Aapnu Gujarat
બિઝનેસ

પ્રત્યક્ષ કરવેરા વસુલાત આંક ૬.૮૯ લાખ કરોડ

વર્તમાન નાણાંકીય વર્ષમાં પ્રથમ સાડા નવ મહિનાના ગાળા દરમિયાન પ્રત્યક્ષ કરવેરા વસુલાત અથવા તો ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો આંકડો ૧૮.૭ ટકા વધીને ૬.૮૯ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. ટેક્સ વિભાગ દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. વસુલાત ૧૫મી જાન્યુઆરી ૨૦૧૮ સુધી ગણતરી કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી)ના નિવેદનમાં આજે આ મુજબની વાત કરવામાં આવી છે. ૧૫મી જાન્યુઆરી ૨૦૧૮ સુધી વસુલાત પ્રત્યક્ષ કરવેરાથી ૯.૮ લાખ કરોડ રેવેન્યુ ટાર્ગેટના ૭૦ ટકાની આસપાસ છે. ૧૫મી જાન્યુઆરી ૨૦૧૮ સુધી પ્રત્યક્ષ કરવેરા વસુલાતનો આંકડો દર્શાવે છે કે, નેટ વસુલાતનો આંકડો ૬.૮૯ લાખ કરોડનો રહ્યો છે. ગયા વર્ષે આજ ગાળા દરમિયાન નેટ વસુલાત કરતા આ આંકડો ૧૮.૭ ટકા વધારે છે. રિફંડને ધ્યાનમાં લીધા વગર ગ્રોથ વસુલાતનો આંકડો ૧૩.૫ ટકા વધીને ૮.૧૧ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. એપ્રિલ ૨૦૧૭થી ૧૫મી જાન્યુઆરી ૨૦૧૮ના ગાળા દરમિયાન આ આંકડો ૧૩.૫ ટકા સુધી પહોંચી ગયો છે.

Related posts

નવા મોડલ લોન્ચ કરવા ફોક્સવેગન ભારતમાં કરશે ૧ અબજ યૂરોનું રોકાણ

aapnugujarat

TCNS ક્લોથિંગનો ૧૮ જુલાઈએ આઈપીઓ લોન્ચ થશે

aapnugujarat

સોનાના ભાવમાં ઉછાળો : થોડા મહિનામાં જ 66,000ના લેવલને પાર કરે તેવી શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1