Aapnu Gujarat
રમતગમત

ઓસ્ટ્રેલિયન ઓપન : વિનસ વિલિયમ્સ શરૂમાં હારી ગઈ

વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની શરૂઆત થયા બાદ શરૂઆતમાં જ મોટા અપસેટ સર્જાયા છે. ગયા વર્ષે ફાઈનલમાં પહોંચનાર વિનસ વિલિયમ્સની સોમવારના દિવસે હાર થઇ હતી. તેની બેલિંડા બેનસિક સામે હાર થઇ હતી. તેમની વચ્ચે હજુ સુધી પાંચ મેચો રમાઈ છે જે પૈકી બેલિંડાએ પ્રથમ વખત વિનસ વિલિયમ્સને હાર આપી છે. બેલિંડાએ વિનસ વિલિયમ્સ ઉપર ૬-૩, ૭-૫થી જીત મેળવી હતી. અન્ય સ્ટાર ખેલાડીઓએ પોતપોતાની મેચ જીતી હતી જેમાં વોઝનિયાકીએ તેની હરીફ ખેલાડી ઉપર સીધા સેટોમાં ૬-૨, ૬-૩થી જીત મેળવી હતી. જ્યારે સ્વિટોલીનાએ જોરોવિક ઉપર ૬-૩, ૬-૨થી જીત મેળવી હતી. ભારતને પણ શરૂઆતમાં જ ફટકો પડ્યો હતો.
સિંગલ્સમાં ભારતના યુકી ભાંબરીની માર્કોસ સામે ૭-૬, ૭-૪, ૬-૪, ૬-૩થી હાર થઇ હતી જ્યારે નડાલે સીધા સેટોમાં ૬-૧, ૬-૧થી જીત મેળવી હતી. જ્હોન ઇસનરે પોતાના હરીફ ખેલાડી ઉપર સરળરીતે સીધા સેટોમાં જીત મેળવી હતી. આ વખતે ઓસ્ટ્રેલિયન ઓપનમાં કેટલાક સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા નથી જે પૈકી વર્તમાન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ પણ આ વખતે રમી રહી નથી. બાળકને જન્મ આપ્યા બાદ ફિટનેસને લઇને હાલમાં તે રિકવર થઇ રહી છે. ગયા વર્ષે તે ચેમ્પિયન બની હતી જ્યારે આ વખતે ફાઈનલમાં પહોંચેલી તેની બહેન વિનસની શરૂઆતી રાઉન્ડમાં જ હાર થતાં મોટો અપસેટ સર્જાયો છે. મહિલા વર્ગમાં આ વખતે છેલ્લે સુધી મોટા ઉલટફેર જોવા મળે તેવી શક્યતા છે જ્યારે પુરુષ વર્ગમાં ટોપના ખેલાડીઓ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી માટે સીધી સ્પર્ધા થનાર છે.

Related posts

एंडी मर्रे ने इमरान सिबिल्ले को 6-0, 6-1 से हराया

aapnugujarat

गांगुली को चुना गया BCCI अध्यक्ष : राजीव शुक्ला

aapnugujarat

આઈપીએલનાં પ્રચાર પાછળ બીસીસીઆઈએ અધધધ…રૂ. ૫૦ કરોડ ખર્ચી નાખ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1