Aapnu Gujarat
મનોરંજન

એશ્વર્યાની ફિલ્મ ફન્ને ખાન ૧૫ જુને રિલીઝ થશે

બોલિવુડની બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચનની નવી ફિલ્મ ફન્ને ખાનનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. નિર્માણ બાદની પ્રવૃતિ પર કામ ચાલી રહ્યુ છે. આ ફિલ્મ હવે ૧૫મી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. નવી ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે કામ કરી રહી છે. તે રાજકુમાર રાવની સાથે નવી ફિલ્મમાં રોમાન્સ કરતી નજરે પડનાર છે. હાલમાં અશ્વીની એયર તિવારીની બરેલી કી બરેલી ફિલ્મમાં શાનદાર ભૂમિકા અદા કરી ચુકેલા રાજકુમાર રાવની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. બીજી બાજુ તેના માટે સારી બાબત એ છે કે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ રાજકુમાર રાવથી ભારે પ્રભાવિત થયા છે. હવે રાજકુમાર રાવ માટે બીજી સારી બાબત એ છે કે તેને એક મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. આ ફિલ્મમાં તે એશ્વર્યા રાય બચ્ચનની સાથે કામ કરી રહ્યો છે. ફિલ્મ રાકેશ ઓમપ્રકાશ મહેરાએ બનાવી છે. અતુલ માંજરેકર દ્વારા બનાવવામાં આવી રહેલી આ ફિલ્મમાં અનિલ કપુરની સૌથી મોટી ભૂમિકા છે. અનિલ કપુર વિતેલા વર્ષોમાં એશ સાથે કામ કરી ચુક્યો છે. થોડાક સમય પહેલા રાજ મેલબોર્ન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં એશને મળ્યો હતો. જ્યારે તેમના વચ્ચે થોડાક સમય માટે ચર્ચા પણ થઇ હતી. એશવર્યા રાય ફિલ્મને લઇને આશાવાદી બનેલી છે. હાલમાં રજૂ થયેલી બરેલી કી બરફી રાજકુમાર રાવની સુપરહિટ સાબિત થઇ હતી. ફિલ્મને લઇને તમામ તૈયારી કરવામાં આવી રહી છે.રાજકુમાર રાવ બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. ફિલ્મ કોમેડી રહેશે.

Related posts

रणदीप ने ‘राधे’ के लिए अपनी शूटिंग पूरी की

editor

अर्जुन के साथ नो एंट्री का सीकवल बनाएंगे बोनी कपूर

aapnugujarat

પ્રાચી દેસાઇને હાલમાં કોઇ જ ફિલ્મ મળી રહી નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1