Aapnu Gujarat
મનોરંજન

બિગ બોસ- ૧૧ : વિકાસ ગુપ્તા ૩ લાખ અર્શી ખાન અને જ્યોતિને આપશે

બિગ બોસ-૧૧ની સિઝનમાં વિકાસ ગુપ્તાને ઘરના માસ્ટરમાઇન્ડ તરીકે કહેવામાં આવી રહ્યુ હતુ. પરંતુ તેની ભાવનાશીલ છાપ હવે જોવા મળી રહી છે. કારણ કે વિકાસ ગુપ્તાએ હવે બિગ બોસ-૧૧માં અંતિમ ટાસ્ક વેળા જીતેલી છ લાખ રૂપિયાની રોકડ રકમ પૈકી અડધી રકમ અર્શી ખાન અને જ્યોતિને આપી દેવાનો નિર્ણય કર્યો છે. તેની આ જાહેરાતના કારણે તમામ લોકો હેરાન પણ છે. માસ્ટરમાઇન્ડ વિકાસની એક ઇમોશનલ સાઇડ પણ છે. વિકાસે પોતાની મિત્રતા અદા કરવાની જાહેરાત કરી છે. શો દરમિયાન વિકાસે અનેક સાથે મિત્રતા કરી હતી. વિકાસે કબુલાત કરી હતી કે અર્શી ખાનની સાથે તેની મિત્રતા જીવન ભર રહેનાર છે. જ્યોતિ કુમારીની સાથે તેની મિત્રતા જીવનભર રહેશે તેવી પણ વિકાસે વાત કરી હતી. જેના ભાગરૂપે વિકાસે હવે અંતિમ ટાસ્ક વેળા જીતેલી રકમ પૈકી ત્રણ લાખ અર્શી ખાનને અને ત્રણ લાખ જ્યોતિને આપી દેવાનો નિર્ણય કર્યો છે. ઘરની બહાર આવ્યા બાદ વિકાસે કહ્યુ છે કે ટાસ્કના અંતિમ ગાળા વેળા તેને મળેલી છ લાખની રોકડ પૈકી ત્રણ લાખ અર્શીને અને ત્રણ લાખ જ્યોતિને આપશે. વિકાસે કહ્યુ છે કે જ્યારે ઘરના તમામ લોકો તેની વિરુદ્ધમાં હતા ત્યારે જ્યોતિ હંમેશા તેની સાથે રહી હતી. ૨૦ વર્ષની યુવતીના કારણે તેને ખુબ તાકાત મળી છે. જ્યોતિ બિહારના એક નાનકડા ગામની રહેવાસી છે. તેનુ કહેવુ છે કે જ્યોતિના કારણે તેને ઘરમાં ટકી રહેવા માટે ખુબ હિંમત મળી હતી. વિકાસે હવે એમ પણ કહ્યુ છે કે અર્શી ખાને પણ તેની ખુબ મદદ કરી હતી. અર્શી ખાન સાથે તેની મિત્રતા હંમેશા અકબંધ રહેશે. અર્શી ખાને ઘરમાં તેની ખુબ મદદ કરી હતી.

Related posts

‘ધૂમ ૪’માં શાહરૂખ અને રણબીર કપૂર કામ કરે તેવી શક્યતા

aapnugujarat

‘गुंजन सक्सेना’ ओटीटी पर रिलीज होगी

editor

उर्मिला का कंगना पर तंज, कहा – ड्रग्स का गढ़ है हिमाचल

editor

Leave a Comment

UA-96247877-1