Aapnu Gujarat
બિઝનેસ

ટેક્સ વસુલી પર ઇન્કમ ટેક્સ વિભાગ વધુ ધ્યાન કેન્દ્રિત કરવા તૈયાર

આગામી ત્રણ મહિનામાં ઇન્કમટેક્સ વિભાગની સક્રિયતા અનેકગણી વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે તમામ સિનિયર ટેક્સ અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું છે કે, તેમના કામકાજ ઉપર ટોપના સ્તરથી નજર રાખવામાં આવશે. આવી સ્થિતિમાં ડિપાર્ટમેન્ટ ત્રણ લાખ કરોડ રૂપિયાના ડિપોઝિટ ઉપર ટેક્સ લાગૂ કરવા અને તેને વસુલ કરવા પર ભાર મુકી શકે છે. નોટબંધી બાદ બેંકોમાં આશરે ત્રણ લાખ કરોડ રૂપિયાની એવી રકમ પડેલી છે જેના સોર્સને લઇને કોઇ ચિત્ર સ્પષ્ટ થયું નથી. ટેક્સ વસુલી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને તવાઈ લાવવામાં આવનાર છે. ટેક્સ અધિકારીઓ સાથે હાલમાં જ થયેલી વિડિયો કોન્ફરન્સિંગમાં સીબીડીટીના વડા દ્વારા આ મુજબની વાત કરવામાં આવી હતી. જુદા જુદા સર્કલના ડાયરેક્ટ ટેક્સ ઓફિસને તાકાત લગાવવાની ફરજ પડી શકે છે. કારણ કે, ટેકસ રેટમાં ઘટાડો નોંધાયો છે.

Related posts

બજારમાં ફરી ગાબડું : સેંસેક્સ ૨૮૭ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો

aapnugujarat

FMCG કંપનીઓએ 10 ટકા ભાવવધારો ઝીંકી દીધો

aapnugujarat

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાંથી ૧,૯૦૦ કરોડ ખેંચી લેવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1