Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ યુનિવર્સિટી ખાતે મેકર ફેસ્ટ-૨૦૧૮નો પ્રારંભ

ારતના ઇનોવેટર્સ, એન્ટરપ્રિન્યોર્સ અને ક્રિએટર્સને ફરી એકવાર વૈશ્વિક નકશા પર મૂકવા માટેની દુર્લભ તક પૂરી પાડતાં મેકર ફેસ્ટ-૨૦૧૮નો આજથી શહેરની અમદાવાદ યુનિવર્સટી ખાતે શુભારંભ થયો હતો. તા.૭મી જાન્યુઆરી સુધી ચાલનારા આ મેકર ફેસ્ટમાં ભારતની સમગ્ર મેકર કોમ્યુનિટીને એક પ્લેટફોર્મ પર પોતાના વિચારો, સર્જનશકિત અને પ્રોજેક્ટ્‌સ-પ્રોડકટ્‌સને રજૂ કરવાની દુર્લભ તક પ્રાપ્ત થઇ છે એમ અત્રે મેકર ફેસ્ટના સ્થાપક અને સ્વપ્નદ્રષ્ટા આશા જાડેજાએ જણાવ્યું હતું. મેકર ફેસ્ટની આ પાંચમાં આવૃત્તિમાં રોબોટીક્સ, આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ, વર્ચ્યુઅલ એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટી, આઇઓટી, બિગ ડેટા, ડિઝાઇન, આર્ટ, હેન્ડીક્રાફ્ટ અને ફેશન સહિતના અનેકવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળીઓના વૈવિધ્યસભર સર્જનને પ્રદર્શિત કરાયું છે. અમેરિકા, યુરોપ, આફ્રિકા અને જાપાનમાં યોજાતા મેકર ફેરની જેમ ભારતમાં પણ મેકર ફેસ્ટ યોજાય છે. કેલિફોર્નિયાના ખૂબ જ પ્રખ્યાત મેકર ફેરથી પ્રેરણા લઇને સિલિકોન વેલી સ્થિત મોટવાણી જાડેજા ફેમીલી ફાઉન્ડેશન હંમેશાથી અમદાવાદમાં મેકર ફેસ્ટના આયોજન અને પ્રમોશન માટે હંમેશા સક્રિય રહ્યું છે. આ વર્ષે ગુજરાત સિવાય દેશના અન્ય ભાગોમાં પણ આ પ્રકારના મેકર ફેસ્ટનું તેમનું આયોજન છે. મેકર ફેસ્ટના આયોજનના ઉદ્દેશ વિશે તેના સ્થાપક આશા જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, દેશના ખૂણેખૂણે વસતા ક્રિએટર્સ, સર્જકો, આર્ટીસ્ટ સહિતના નિષ્ણાત લોકો ખાસ કરીને યુવાવર્ગને તેમની પ્રતિભા અને કૌશલ્ય વિશ્વ સ્તરના પ્લેટફોર્મ પર બતાવવાની તક મળે અને આવનારા વર્ષોમાં તેઓ પોતાનો બીઝનેસ કે કંપની-ફર્મ સ્થાપી જીવનમાં વિકાસના શિખરો હાંસલ કરે તે જ ઉમદા હેતુ છે. મેકર ફેસ્ટ દેશભરના આર્ટ, સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રના ક્રિએટર્સ, આર્ટીસ્ટ અને સર્જકોને તેમના વિચારો, પ્રોજેકટ્‌સ કે પ્રોડક્ટસ રજૂ કરવા માટે આમંત્રણ આપે છે. તેમણે ધ્યાન દોર્યું કે, અમેરિકન સંસ્કરણની માફક મેકર ફેસ્ટ પણ વ્યકિત અને ગ્રુપ ડુ ઇટ યોરસેલ્ફના અભિગમ સાથે ઇનોવેશનને પ્રદર્શિત કરી તેને સ્વીકૃતિ આપે છે. આ મેકર ફેસ્ટમાં આર્ટ, મેટલ, વુડ વર્કીંગ, ઇલેક્ટ્રોનિક્સ, રોબોટીકસ, ટેક્ષ્ટાઇલ સહિતના અનેક ક્ષેત્રોની પ્રોડકટ્‌સ અને પ્રયોગોને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે, જેના મારફતે ઇનોવેટર્સને પ્રોત્સાહિત કરવાનો હેતુ છે.

Related posts

गांधीधाम-भागलपुर के बीच ग्रीष्मकालीन विशेष ट्रेन

aapnugujarat

યુવાનોએ આધુનિક ખેતપધ્ધતિ અપનાવી ખેતીકામમાં રૂચી લેવાનો અનુરોધ કરતા સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા

aapnugujarat

शहर में सब्जी की आय ५० फीसदी कमी से कींमत बढ़ी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1