Aapnu Gujarat
બિઝનેસ

એચવન-બી વીઝામાં ફેરફારથી અમેરિકાને થશે નુકસાન : નાસકોમ

અમેરિકામાં એચવન-બી વીઝા મામલે વિવાદ વધી રહ્યો છે. આઈટી ઈન્ડસ્ટ્રીની બૉડી નેસકોમે ક્હ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ એચવન-બી વીઝાને આગળ નહીં વધારવાના પ્રસ્તાવને સ્વીકારશે, તો તેની અસર ભારતીય આઈટી પ્રોફેશનલ્સ પર પડશે. નાસકોમનું કહેવું છે કે અમેરિકાની પ્રતિસ્પર્ધાત્મકતા પણ આનાથી પ્રભાવિત થશે.
કોઈપણ પ્રકારનું પરિવર્તન અમેરિકામાં અચાનકથી નોકરીઓમાં ઘટાડો લાવશે અને તેનાથી પ્રોફેશનલ્સને સમસ્યાનો સામનો કરવો પડશે.નાસકોમના અધ્યક્ષ આર. ચંદ્રશેખરનું કહેવું છે કે અમેરિકામાં મોટું સ્કિલ અંતર છે. ૨૦ લાખ નોકરીઓમાંથી ૧૦ લાખ નોકરીઓ તો માત્ર આઈટી સેક્ટર સાથે સંકળાયેલી છે. બાકીની નોકરીઓમાં વિજ્ઞાન, ઈજનેરી અને ગણિત સાથે સંબંધિત છે.
આ અંતર અમેરિકાની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડશે.
કાર્નેલ લૉ સ્કૂલના પ્રોફેસર સ્ટેફન યાલે લોઈહરે કહ્યુ છે કે જો વહીવટી તંત્ર પરિવર્તનની સાથે આ મામલામાં આગળ વધશે. તો કંપનીઓ અને એચ-વન-બી ધરાવતા કર્મચારીઓ આવા ફેરફાર વિરુદ્ધ કેસ કરી શકશે.આ સિવાય તેઓ ચર્ચા પણ કરી શકશે. અમેરિકન કોંગ્રેસ આ મામલામાં પરિવર્તન લાવી શકે છે. તેઓ કહી શકે છે કે નિયમોમાં આવેલું પરિવર્તન અનૈતિક છે. કારણ કે એચ-વન-બી કર્મચારીઓએ ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે. લોઈહરનું કહેવું છે કે જો વહીવટી તંત્ર આ મામલામાં કોઈ કાર્યવાહી કરે છે.તેમણે સૌથી પહેલા ફેડરલ રજિસ્ટરના રૂપમાં તેમાં પરિવર્તનને પ્રકાશિત કરવું પડશે. ત્યારબાદ તેમણે એક માસ રાહ જોવી પડશે અને પરિવર્તન પર લોકોની ટીપ્પણીઓ લેવી પડશે. ત્યારબાદ તેમણે નિયમો લાગુ કરતા પહેલા આના પરની ટીપ્પણીઓને વાંચવી પડશે. આ આખી પ્રક્રિયામાં ઘણાં મહીનાઓ લાગવાની સંભાવના છે.

Related posts

રેરાનો વિરોધ કરતી બધી જ અરજીઓ મુંબઈ હાઇકોર્ટે ફગાવી

aapnugujarat

Sensex rises by 84 pts to close at 37,481, Nifty ended by 32.60 points at 37,481.12

aapnugujarat

દલાલ સ્ટ્રીટમાં તીવ્ર તેજી રહે તેવા સંકેત : પરિણામો ઉપર નજર હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1