Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગીતા વાંચવા પર મુસ્લિમ છોકરી આલિયા વિરૂદ્ધ ફતવો

ઉત્તર પ્રદેશના સહારનપુર સ્થિત દારૂલ ઉલૂમ દેવબંધ એ ગીતાના શ્લોક ગાનાર છોકરી આલિયાની વિરૂદ્ધ ફતવો જાહેર કર્યો છે.
દારૂલ ઉલુમ દેવબંધએ કહ્યું કે ગીતાના શ્લોક વાંચવા ઇસ્લામનું વિરૂદ્ધ છે. આની પહેલાં દારૂલ ઉલુમના ઑનલાઇન ફતવા વિભાગના ચેરમેન મુફ્તી અરશદ ફારૂકીએ આમ કરનારને ઇસ્લામ વિરોધી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે કોઇપણ સ્કૂલની મુસ્લિમ બાળકી કે બાળકો દ્વારા આવું રૂપ ધરાવું બિન ઇસ્લામિક છે અને તેની મંજૂરી મળી શકે નહીં. આ મુફ્તીએ કહ્યું હતું કે આવા ડ્રામા કે પાઠ જે ઇસ્લામની વિરૂદ્ધ હોય તેમાં મુસ્લિમ બાળકોએ સામેલ થવું જોઇએ નહીં.
આલિયાએ આવા ઇસ્લામિક ધર્મગુરૂઓને જડબાતોડ જવાબ આપ્યો છે. આલિયા એ કહ્યું કે મેં આ હરિફાઇમાં પુરસ્કાર જીત્યો છે, મારો ધર્મ નથી બદલી નાંખ્યો. આલિયાએ કહ્યું કે શ્લોક ગાવાથી મારો ઇસ્લામ બદલાયો નથી, મારો મજહબ બદલાઇ ગયો નથી. આલિયાએ કહ્યું કે આપણા ધર્મગુરૂઓને ગીતાના શ્લોક ગાવાથી કોઇ અસર થવી જોઇએ નહીં.
આપને જણાવી દઇએ કે તાજેતરમાં જ દારૂલ ઉલૂમ દેવબંધ એ ડિઝાઇનર બુરખા પર ફતવો જાહેર કર્યો છે. દારૂલ ઉલૂમ એ મહિલાઓના ચુસ્ત બુરખા પહેરવાને ઇસ્લામમાં ગેરકાયદે ગણાવ્યું છે. દારૂલ ઉલૂમ એ બુરખા પર ફતવો રજૂ કરતાં કહ્યું કે મુસ્લિમ મહિલાઓને ઘરમાંથી બહાર નીકળતા સમયે તંગ બુરખા પહેરવા જોઇએ નહીં.

Related posts

સરકારી સહાય ન લેવા માટે ૩૦૦૦ મદરેસાઓને દારૂલ ઉલુમનો આદેશ

aapnugujarat

શોપિયામાં આતંકવાદી ઠાર મરાયા

editor

હોમ લોન ઉપર સબસિડી લેવામાં ટેક્સ વિભાગ સહાયતા કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1