Aapnu Gujarat
બિઝનેસ

ઈન્ફોસીસનાં નવા સીઈઓ સલીલ પારેખ ૧૬ કરોડનો વાર્ષિક પગાર લેશે

ઇન્ફોસીસ વર્ષ ૨૦૧૮માં નવા સીઈઓ સાથે નવી શરૂઆત કરવા ઇચ્છુક છે. તાજેતરમાં જ કંપની તરફથી જારી કરવામાં આવેલા પોસ્ટલ બેલેટમાં જણાવવામાં આવ્યું છે કે, નવા સીઈઓ સલીલ પારેખને કેટલો પગાર ચુકવવામાં આવશે તે અંગે વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. આમા જણાવવામાં આવ્યું છે કે, ફિક્સ્ડ પગાર, વેરિયેબલ પે અને સ્ટોક ઓપ્શન મળીને સલીલને કુલ ૧૬.૨૫ કરોડ રૂપિયા વાર્ષિક ચુકવવામાં આવશે. આમા ૬.૫ કરોડ રૂપિયાના ફિક્સ્ડ પગાર સામેલ છે. આની સાથે સાથે તેમને નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના અંતમાં ૯.૭૫ કરોડ રૂપિયા વેરિયેબલ પે તરીકે મળશે. પાંચ વર્ષ માટે ઇન્ફોસીસના સીઈઓ નિમાયેલા સલીલને ૩.૨૫ કરોડ રૂપિયાના સ્ટોક લિમિટ, ૧૩ કરોડ રૂપિયાના વાર્ષિક પરફોર્મન્સ ઇક્વિટી ગ્રાન્ડ અને ૯.૭૫ કરોડના વન ટાઈમ ઇક્વિટી ગ્રાન્ટ પણ મળશે. સલીલથી પહેલા વિશાલ સિક્કા ઇન્ફોસીસના સીઈઓ તરીકે હતા. તેમને નાણાંકીય વર્ષ ૨૦૧૭માં ૬.૭૫ મિલિયન ડોલર આપવામાં આવ્યા હતા જેના ઉપર વિવાદ થયો હતો. સલીલે નિમણૂંક માટે જે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે તે મુજબ રાજીનામુ આપીદીધા બાદ છ મહિના પછી સુધી કોઇ હરીફ કંપનીમાં કામ કરી શકશે નહીં. છેલ્લા દિવસોમાં ઇન્ફોસીસ સામે પણ અનેક પડકારો રહ્યા છે.

Related posts

सेंसेक्स 80 अंक लुढ़का

aapnugujarat

दुनिया में चीनी स्मार्टफोन की बाजार हिस्सेदारी ४८ फिसदी

aapnugujarat

કમાણીના આંકડાની વચ્ચે દલાલ સ્ટ્રીટમાં પ્રવાહી સ્થિતિની શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1