Aapnu Gujarat
રમતગમત

ન્યૂઝીલેન્ડના કૉલિન મુનરોએ ટી-૨૦ ક્રિકેટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ન્યૂઝીલેન્ડના ડાબોડી બેસ્ટમેન કૉલિન મુનરોએ ઇતિહાસ રચતા ટી-૨૦(ઇન્ટરનેશનલ) ક્રિકેટમાં ત્રણ સદી ફટકારનારા પહેલા બેટ્‌સમેનનો શ્રેય મેળવ્યો છે. કિવી ઓપનર મુનરો ત્રણ ટી-૨૦ સદી ફટકારનારો દુનિયાનો પહેલો બેટ્‌સમેન બની ગયો છે. આ રેકોર્ડ તેને માઉન્ટ મૉનગનઇમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રીજી અને અંતિમ ટી-૨૦માં નોંધાવ્યો હતો.મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટૉસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચમાં મુનરોએ માત્ર ૪૭ બૉલમાં સદી પુરી કરી અને ૧૦૪ રન બનાવીને આઉટ થયો. મુનરોની આ ઇનિંગમાં ૩ ચોગ્ગા અને ૧૦ છક્કા સામેલ રહ્યાં.
આજની વેસ્ટ ઇન્ડિઝ સામેની સદી પહેલા મુનરો વર્ષ ૨૦૧૭માં ભારત સામે અણનમ ૧૦૯ અને આ વર્ષે બાંગ્લાદેશ વિરુદ્ધ ૧૦૧ રનની ઇનિંગ રમી ચૂક્યો છે. આજની ટી-૨૦ મેચમાં મુનરોનું અર્ધશતક ૨૬ બૉલ પર ત્રણ ચોગ્ગા અને ચાર છક્કાની મદદથી પુરુ થયું હતું. મુનરોની આ ધમાકેદાર ઇનિંગની મદદથી ન્યૂઝીલેન્ડ ટીમ ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૨૪૩ રનનો વિશાળ સ્કૉર કરી શકી હતી. મુનરો ઉપરાંત માર્ટિંન ગુપ્ટિલે પણ ૬૩ રનનું યોગદાન આપ્યું. આ બન્ને બેટ્‌સમેનોએ પહેલી વિકેટની મદદથી ૧૩૬ રનની ભાગીદારી કરી હતી. આજની મેચમાં મુનરોનું અર્ધશતક ૨૬ બૉલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી પુરુ કર્યું હતું.વેસ્ટ ઇન્ડીઝ ટીમ માટે કાર્લૉસ બ્રેથવેટે બે વિકેટ મેળવી. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૨માં ટી-૨૦ ડેબ્યૂ કરનારા મુનરોએ પોતાની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.

Related posts

रणजी की नॉकआउट मैचों में इस्तेमाल करेंगे DRS : BCCI

aapnugujarat

કોહલીએ ફગાવી સોફ્ટ ડ્રીંક્સની કરોડોની ડીલ

aapnugujarat

बांग्लादेश के खिलाफ खेलूंगा अपना आखिरी मैच : मलिंगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1