Aapnu Gujarat
ગુજરાત

મહેસાણાના ચીકણા ગામે અ૫હરણ અને હત્યા પ્રકરણ : બાળકની અંતિમવિધિ કરવા ગ્રામજનોનો ઇન્કાર

મહેસાણાના ચીકણા ગામે માસુમ બાળકના અ૫હરણ અને હત્યા પ્રકરણમાં ગ્રામજનોએ હજુ સુધી બાળકની અંતિમવિધિ કરી નથી. જ્યાં સુધી આરોપી નહીં ઝડપાય ત્યાં સુધી અંતિમક્રિયા નહીં કરવાના ગ્રામજનોના આ નિર્ણયને લઇને તંત્ર ધંધે લાગી ગયુ છે. સ્થિતિ બગડે નહીં તે માટે અહી પોલીસ દ્વારા ચાં૫તો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.મહેસાણાના સતલાસણાના ચીકણા ગામે ૯ વર્ષના હિરેન ઠાકોર નામના બાળકની અંતિમ વિધિ કરાઈ નથી. જ્યાં સુધી આરોપીઓ નહી ઝડપાય ત્યાં સુધી અંતિમ વિધિ નહી કરાય તેવી ગ્રામજનોની માંગ છે. ૫રિણામે ૯ વર્ષના આ બાળકના મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવી નથી. ધોરણ ૩ માં અભ્યાસ કરતો હિરેન ઠાકોર એક સપ્તાહ પહેલા ગુમ થયો હતો. ત્યાર બાદ બે દિવસ અગાઉ ચીકણા ગામની પ્રાથમિક શાળાની પાછળના ભાગેથી તેનો બિનવારસી મૃતદેહ મળ્યો હતો.અ૫હરણ કર્યા બાદ માસુમ બાળકની થયેલી હત્યાના આ બનાવને લઇને ગ્રામજનોમાં ભારે રોષની લાગણી છે. ખાસ કરીને પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં તિવ્ર આક્રોશ છે. વાતાવરણમાં વ્યાપેલી ઉગ્રતાને લઇને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અહી ચાં૫તો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Related posts

शहर में मई महीने में २३ दिन में आग लगने की १६६ कोल मिली

aapnugujarat

गर्भाशय कैंसर के बहाने पति को जेल से बरी कराने का प्रयास

aapnugujarat

ડાકોરમાં ફાગણી પૂનમે વિશેષ તૈયારીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1