Aapnu Gujarat
મનોરંજન

નવી બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મમાં શ્રદ્ધા કપુર રહેશે

લાંબા સમયથી નારાયણસિંહની આગામી ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મની અભિનેત્રીના નામ પર ચર્ચા ચાલી રહી હતી. ફિલ્મમાં અભિનેત્રી તરીકે કોણ રહેશે તે અંગે દુવિધાભરી સ્થિતી હતી. જો કે હવે અભિનેત્રીન પસંદગી કરી લેવામાં આવ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ફિલ્મમાં આશાસ્પદ શ્રદ્ધા કપુર નજરે પડનાર છે. પહેલા કેટરીના કેફ અને ઇલિયાના ડી ક્રુઝના નામ સપાટ પર આવ્યા હતા. જો કે હવે શ્રદ્ધા કપુરના નામ પર સહમતિ થઇ ગઇ છે. હવે શ્રદ્ધા કપુરનુ નામ નક્ક કરવામાં આવ્યા બાદ ટુંક સમયમાં જ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. શ્રદ્ધા કપુર અને શાહિદ કપુરની જોડી બીજી વખત હવે કામ કરવા જઇ રહી છે. પહેલા બન્નેની જોડી હૈદરમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ સફળ રહી હતી. જો કે આ ફિલ્મને અનેક એવોર્ડ મળ્યા હતા. ફિલ્મનુ શુટિંગ ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ફિલ્મના નિર્માતા પ્રેરણા અરોડાના કહેવા મુજબ ફિલ્મ સૌથી પહેલા કેટરીના કેફને ઓફર કરવામાં આવી હતી. આનંદ એલ રોય વ્યસ્ત હોવાના કારણે તે ફિલ્મ કરી શકી નથી. રોયની સાથે કેટરીના કેફ અન્ય ફિલ્મમાં કામ કરી રહીછે. કેટરીના, ઇલિયાના અને અન્ય અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યા બાદ હવે આખરે શ્રદ્ધા કપુરને ફિલ્મ માટે મનાવી લેવામાં આવી છે. શ્રદ્ધા કપુર તરત રોલ કરવા માટે તૈયાર થઇ ગઇ હતી. હાલમાં શ્રદ્ધા પ્રભાસની સાથે સાહો ફિલ્મમાં કામ કરી રહી છે. આ ઉપરાંત તે સાઇના નહેવાલની બાયોપિક ફિલ્મમાં સાઇનાના રોલમાં પણ કામ કરી રહી છે. નવ ફિલ્મમાં વીજળી બચાવવાનો સંદેશ અપાશે

Related posts

ફિલ્મ સ્ટાર શશી કપૂરનું નિધન

aapnugujarat

હાલ સુશાંતસિંહ રાજપુત તેના ફેન્સમાં લોકપ્રિય

aapnugujarat

અનિલ કપુરે ફિલ્મ જગતમાં ૩૫ વર્ષ પૂર્ણ કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1