Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ : ડેન્ગ્યુ કેસોમાં ૬૨ ટકાથી વધુ ઘટાડો થયો

અમદાવાદ શહેરમાં પુરા થયેલા વર્ષ-૨૦૧૭ દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ૬૨.૮૬ ટકા તો મેલેરીયાના કેસોમાં ૧૨.૧૦ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાવા પામ્યો છે આ સાથે જ સમગ્ર વર્ષ દરમિયાન અમદાવાદ શહેરમાં કોલેરાના કુલ મળીને ૮૮ જેટલા કેસ નોંધાવા પામ્યા હતા.અમદાવાદ શહેરમાં આ વર્ષે જુન અને જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદ બાદ ઓગસ્ટ માસથી સમગ્ર અમદાવાદ શહેરમાં સ્વાઈન ફલૂના સંખ્યાબંધ કેસો નોંધાવા પામ્યા હતા.અમદાવાદ શહેરમાં વિતેલા વર્ષમાં સ્વાઈનફલૂના ૫,૦૦૦થી પણ વધુ કેસો નોંધાવા પામ્યા હતા જ્યારે ૧૦૦થી વધુ લોકોએ આ રોગના કારણે તેમનો જીવ ગુમાવવાની નોબત આવી પડી હતી.અમદાવાદ શહેરમાં વીતેલા વર્ષ દરમિયાન મેલેરીયાના કુલ મળીને ૯૨૭૭ જેટલા કેસ નોંધાવા પામ્યા હતા.આ અગાઉ વર્ષ-૨૦૧૬મા કુલ મળીને ૧૦૦૯૪ કેસો નોંધાવા પામ્યા હતા.આમ વીતેલા વર્ષમાં મેલેરીયાના કેસોમાં ૧૨.૧૦ ટકા જેટલો ઘટાડો નોંધાવા પામ્યો છે.અમદાવાદ શહેરમાં પુરા થયેલા વર્ષમાં ઝેરી મેલેરીયાના કુલ મળીને ૧૩૦૯ કેસો નોંધાવા પામ્યા હતા આ અગાઉના વર્ષમાં આ કેસોની સંખ્યા ૧૯૫૦ નોંધાવા પામી હતી આમ ઝેરીમેલેરીયાના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો સમગ્ર વર્ષ દરમિયાન નોંધાવા પામ્યો હતો.જ્યાં સુધી ડેન્ગ્યુના કેસોનો સવાલ છે તો વીતેલા વર્ષમાં કુલ મળીને૧૦૫૯ કેસો નોંધાવા પામ્યા હતા જે આગળના વર્ષ-૨૦૧૬માં કુલ મળીને ૨૮૫૨ નોંધાવા પામ્યા હતા.ચીકનગુનીયાના વર્ષ-૨૦૧૭માં કુલ મળીને ૨૫૩ જેટલા કેસો નોંધાવા પામ્યા હતા જે આગળના વર્ષ-૨૦૧૬ના કુલ ૨૮૫૨ કેસોની તુલનામા ઘણા ઓછા નોંધાવા પામ્યા છે.અમદાવાદ શહેરમાં સમગ્ર વર્ષ દરમિયાન પાણીજન્ય રોગના કેસોમાં કમળાના કુલ મળીને ૨૩૭૬ કેસો નોંધાવા પામ્યા હતા.જે વર્ષ-૨૦૧૬મા ૨૮૯૪ કેસો નોંધાવા પામ્યા હતા.ટાઈફોઈડના કુલ મળીને ૨૮૦૭ કેસો નોંધાવા પામ્યા હતા.જ્યારે સમગ્ર વર્ષ દરમિયાન અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના કુલ મળીને ૯૨૧૩ કેસો નોંધાવા પામ્યા હતા.કોલેરાના સમગ્ર વર્ષમાં ૮૮ કેસો નોંધાવા પામ્યા હતા.

Related posts

ગુજરાતમાં બે મહિનામાં 2300 ફોન કરાયા બ્લોક

aapnugujarat

માલધારી સમાજની ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા માંગ

aapnugujarat

રાજકોટમાં કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે યુવકના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1