Aapnu Gujarat
ગુજરાત

મેમનગર વિસ્તારમાં ચાલતી વધુ પાંચ ટેરેસ રેસ્ટોરન્ટ સીલ

દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં હાલમાં જ ભીષણ આગની ઘટના બાદ તંત્ર હવે સાવધાન થયેલુ છે અને વ્યાપક પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ ફાયરની સુવિધા ન ધરાવતી રેસ્ટોરન્ટની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુંબઇ ખાતે થોડા દિવસો અગાઉ બનેલી આગની હોનારત બાદ સફાળા જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા આજે મેમનગર વિસ્તારમાં આવેલી વધુ એક ટેરેસ રેસ્ટોરન્ટને ફાયર સેફટીની સુવિધા ન હોવાના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા પશ્ચિમઝોન દ્વારા સીલ કરવામાં આવી છે.આ અંગે નવા પશ્ચિમઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચૈતન્ય શાહે એક વાતચીતમાં કહ્યુ કે,મેમનગર વિસ્તારમાં આવેલા સુભાષચોક ખાતે જાર્ડીન ધ વિલેજ નામની ટેરેસ રેસ્ટોરન્ટની આજરોજ ચકાસણી કરવામા આવી હતી આ દરમિયાન તપાસ સમયે એવુ જોવામળ્યુ કે,રેસ્ટોરન્ટના સંચાલકોએ માત્ર વાંસની જાળીઓ અને પતરાના સ્ટ્રકચર ઉભા કરી દઈને રેસ્ટોરન્ટ ચાલુ કરી દીધી હતી પરંતુ જે પ્રમાણે નિયમોનુસાર ફાયર સેફટીના જે સાધનો હોવા જોઈએ તેવી કોઈ ચીજ સ્થળ ઉપર જોવા ન મળતા થલતેજ વોર્ડમાં આવતા સુભાષચોક પાસેના શીલ્પ બિલ્ડિંગના ટેરેસ ઉપર ચલાવવામા આવતી આ રેસ્ટોરન્ટને સીલ કરવામા આવી છે.આ ઉપરાંત અમદાવાદ શહેરના ઉત્તરઝોનમાં આજે નરોડા વોર્ડમાં અવની આયકોન અને કાર્નિવલ રેસ્ટોરન્ટ તેમજ ઈન્ડિયાકોલોની વોર્ડમાં ખાઉધરા પોઈંટ અને ઓ-૯૭ નામની ટેરેસ રેસ્ટોરન્ટને સીલ કરવામા આવી હોવાનુ ઉત્તરઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર મનીષ માસ્તરે કહ્યુ છે. કાર્યવાહી હજુ જારી રહે તેવા સંકેત મળી રહ્યા છે.

Related posts

૨૩ જુન, ૨૦૧૯ રવિવારના રોજ ‘‘શ્રી કમલમ્’’ ખાતે ‘‘સંગઠન પર્વ’’ અંતર્ગત ‘‘પ્રદેશ સ્તરીય કાર્યશાળા’’ યોજાશે

aapnugujarat

માત્ર દારૂ પીધો હોય તો પોલીસ સ્ટેશનમાં જામીન મળી જશે

aapnugujarat

સુરતમાં ઇંગ્લીશ મિડિયમની સ્કૂલનાં પ્રિન્સિપાલે પ્રિ-નર્સરી ૩ વર્ષના માસૂમને પગમાં ડામ દીધા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1