Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ટેક્સના સ્લેબ અને મુક્તિને લઇ ફરીથી સમીક્ષાની વકી : ગુલાબી બજેટ રજૂ કરવાને લઇ જેટલી સામે પડકારો

નોટંબધી અને જીએસટીને લઇને અર્થતંત્ર પર થયેલી પ્રતિકુળ અસર અને નાના કારોબારીઓ અને અન્યોની માંગ વચ્ચે નાણાં પ્રધાન જેટલી સામે બજેટને લઇને કેટલાક પડકારો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ઓછા અંતરથી જીત મળ્યા બાદ તેની અસર પણ જોવા મળી શકે છે. મોદી સરકાર લોકસભાની ચૂંટણી પહેલા અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરનાર છે. આવી સ્થિતીમાં તમામને ખુશ કરવાની બાબત તેમના માટે પડકારરૂપ છે. કેન્દ્રિય બજેટ આડે ગણતરીના દિવસ રહ્યા છે ત્યારે બજેટમાં કયા પગલા જાહેર કરાશે તેને લઇને ગણતરી ચાલી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર સામાન્ય લોકોની બચતને વધારી દેવા અને રોકાણને વધારવા માટે નવી પહેલ કરી શકે છે. જેના ભાગરૂપે બજેટમાં વ્યક્તિગતો અને કંપનીઓને ટેક્સમાં કેટલીક રાહત મળી શકે છે. ટેક્સના સ્લેબ અથવા તો મુક્તિ મર્યાદાના પાસામાં ફરી સમીક્ષા કરવામાં આવી શકે છે. તેમાં ફેરફાર કરીને વ્યક્તિગતો અને કંપનીઓને કેટલીક રાહત સરકાર આપી શકે છે. નાણાં પ્રધાન અરૂણ જેટલી બજેટને લઇને વાતચીતનો દોર શરૂ કરી ચુક્યા છે. બજેટમાં વ્યક્તિગતો અને કંપનીઓ માટે મોટી રાહત જાહેર થઇ શકે છે. દેશમાં વધુ રોકાણ કરવા માટે કંપનીઓને પ્રોત્સાહન આપવા નવી પહેલ થઇ શકે છે. કોર્પોરેશન ટેક્સને લઇને પણ ગણતરી ચાલી રહી છે. ટેક્સ નિષ્ણાંતો માને છે કે મોદી સરકાર આ દિશામાં પહેલ કરી શકે છે. પ્રાપ્ત અહેવાલ મુજબ કેટલીક એવી કંપનીઓ છે જે ટેક્સ બોજના કારણે અન્ય દેશોમાં તેમના કારોબારને ખસેડી રહી છે. જેથી કેટલીક રાહત આપવાની જરૂરીયાત દેખાઇ રહી છે. વ્યક્તિગત કરદાતાને પણ જરૂરી રાહત મળી શકે છે. નામ જાહેર નહી કરવાની શરતે અધિકારીએ કહ્યુ ંહતું કે સરકાર મુડીરોકાણના ચિત્રને ગુલાબી બનાવવાની ઇચ્છા ધરાવે છે. મેન્યુફેકચરિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેથી સરળ ટેક્સ વ્યવસ્થાની માંગ ઉઠી રહી છે. અંતિમ નિર્ણય જેટલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવનાર છે. મોદી અને જેટલી કહી ચુક્યા છે કે સરકાર માને છે કે ટેક્સની સ્થિતીને હળવી કરવાની જરૂર છે. હાલમાં જે નાણાંકીય સ્થિતી છે તે જોતા જેટલી માટે સ્થિતી સાનુકળ નથી. ટેક્સ નિષ્ણાંતો માને છે કે વ્યક્તિગતો અને કંપનીઓને રાહત મળે તે જરૂરી છે. વ્યક્તિગતો માટે મુક્તિ અને અન્ય બાબતો તરફ ધ્યાન આપવાની ચોક્કસપણ જરૂર છે. સરકાર ટેક્સ વ્યવસ્થામાં સુધાર કરવા માંગે છે. સાથે સાથે માળખામાં ફેરફાર કરવાની પણ ઇચ્છા ધરાવે છે. કરદાતા માટે ટેક્સ વ્યવસ્થાને તેમનાલક્ષી બનાવવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સરકારે પહેલાથી તેના ઇન્ફ્રાસ્ટકચર વિકાસ કાર્યક્રમને આગળ વધારવા અને ફંડ એકત્રિત કરવા કેટલાક પગલા લીધા છે. બજેટમાં આ વખતે જેટલી માટે કેટલાક પડકારો રહેલા છે. જેટલી પહેલા તો પોતે પણ જુદા જુદા કારણોસર આક્ષેપબાજીનો સામનો કરી રહ્યા છે. સાથે સાથે અપેક્ષા મુજબની રોજગારીની તકો જેટલી સર્જવામાં નિષ્ફળ ગયા છે. આવી સ્થિતીમાં જેટલી સામે પડકારો રહેલા છે.

Related posts

અંકુશરેખા ઉપર એક્શન : ૩ પાક જવાનોના મોત

aapnugujarat

70 साल में सबसे खराब दौर में भारतीय अर्थव्यवस्था : नीति आयोग

aapnugujarat

Khattar takes oath as Haryana CM, Dushyant Chautala as deputy CM

aapnugujarat

Leave a Comment

UA-96247877-1