Aapnu Gujarat
ગુજરાત

મોદી હાર્દિક પટેલ સામે ચૂંટણી લડી બતાવે તો હું રાજકારણ છોડી દઉં : જીજ્ઞેશ મેવાણી

ધારાસભ્ય પદે આરૂઢ થયા બાદ દલિત નેતા જીજ્ઞેશ મેવાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરી રહ્યો છે. તાજેતરમાં જીજ્ઞેશે પીએમ મોદીને હિમાલયમાં ચાલ્યા જવાનું સૂચન કર્યું હતું અને વિવાદો સર્જાયા હતા ત્યારે વધુ એકવાર એક ચેનલને આપેલી મુલાકાત દરમિયાન તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપતા કહ્યું હતું કે,વડાપ્રધાન આગામી લોકસભા ચૂંટણીમાં હાર્દિક પટેલ સામે ચૂંટણી જીતી બતાવે, તો હું રાજકારણ છોડી દઈશ.એક જાણીતી ચેનલ દ્વારા ત્રણ યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં ત્રણેયને ગુજરાત વિધાનસભા ચૂંટણીથી લઈને તેમનાં ભાવિ રાજકારણ વિશે તેમની યોજનાઓ પૂછવામાં આવી હતી જેમાં ત્રણેય યુવાનોએ જણાવ્યું હતું કે,ગુજરાતની ચૂંટણી તો એક શરૂઆત છે. અમે દેશભરમાં જઈશું. અને દરેક જગ્યાએ ભાજપ જેવી ફાસીવાદી તાકાતો વિરુદ્ઘ પ્રચાર કરીશું.શું તમે ત્રણેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભારે પડશો? તેવા સવાલના જવાબમાં જીજ્ઞેશ મેવાણી ઉશ્કેરાયો હતો અને તેણે પ્રધાનમંત્રીને ખુલ્લી ચેલેન્જ આપી હતી.જીજ્ઞેશ કહ્યું હતું કે,હું દાવો કરું છું કે, વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી હાર્દિક પટેલ સામે લડીને બતાવે. જો તેઓ હાર્દિક સામે જીતી જાય તો હું જાહેર જીવન છોડી દઈશ.

Related posts

નર્મદા મહોત્સવ સમાપન વડાપ્રધાન સહિત પ્રતિભાવંત ગુજરાતીઓની હાજરીમાં ધામધૂમથી સંપન્ન કરાશે

aapnugujarat

सीएम ने राधनपुर तहसील के पेदाशपुर गांव की मुलाकात ली

aapnugujarat

લોકરક્ષક દળના ઉમેદવારો વતી PMOને પત્ર લખાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1