Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આઈ.આર.સી.ટી.સી સાથે આધાર લિંક કરો, રૂ. ૧૦,૦૦૦ રોકડા અને ફ્રી ટીકિટ જીતવાની તક મળશે

ભારતીય રેલવેની ઑનલાઈન ટીકિટ બુકિંગ સાઈટ આઈ.આર.સી.ટી.સીએ ગ્રાહકો માટે ખાસ ઓફર રજૂ કરી છે. આધાર નંબરને સાઈટ સાથે લિંક કરવાથી રૂ. ૧૦,૦૦૦ રોકડા અને ફ્રીમાં ટીકિટ મળી શકે છે. આ સાથે તમે દર મહિને ૧૨ ટીકિટ બુક કરાવી શકશો. જ્યારે લિંક વિના ૧ મહિનામાં ૬ ટીકિટ બુક કરાવી શકાય છે.લિંક કરવા માટે સૌપ્રથમ તમારે મોબાઈલ અથવા કોમ્પ્યુટરના માધ્યમથી આઈ.આર.સી.ટી.સીની વેબસાઈટ પર જવાનું રહેશે. બાદમાં તમારે આધાર નંબરને ઓટીપીના માધ્યમથી લિંક કરવાનો રહેશે. જ્યારે તમારો આધાર નંબર લિંક થઈ જશે એટલે આગામી છ મહિના સુધી તમે જ્યારે ટીકિટ બુક કરાવશો ત્યારે તમે આ સ્કીમમાં સામેલ થઈ જશો.  રેલવે દર મહિને ૫ લોકોને આ લકી ડ્રો સ્કીમનો લાભ આપશે. આ લકી ડ્રોમાં જીતનારા લોકોને રૂ. ૧૦,૦૦૦ ઈનામ આપશે. આ સાથે ગ્રાહકે ટીકિટ બુક કરાવતી વખતે જે ખર્ચ કર્યો હશે તેના સંપૂર્ણ રૂપિયા પરત આપવામાં આવશે. જોકે, તેના માટે જરૂરી છે કે આઈ.આર.સી.ટી.સી પ્રોફાઈલમાં તમારું જે નામ નોંધાયું છે, તે ટીકિટ પર હોવું જોઈએ.સ્કીમ મુજબ, ભારતીય રેલવે મુજબ આધાર નંબર લિંક કર્યા બાદ તમે આઈ.આર.સી.ટી.સીના એકાઉન્ટ પર ટીકિટ બુક કરાવશો તો તમારો પીએનઆર નંબર આ સ્કીમમાં સામેલ થશે. બાદમાં દર મહિને ૫ લકી વિજેતાની પસંદગી કરાશે. તમે જ્યારે ટીકિટ બુક કરાવશો તેના આગામી મહિનાના પ્રથમ અઠવાડિયામાં તમને ખબર પડી જશે કે તમે આ સ્કીમમાં જીત્યા છો કે નહીં. આ સ્કીમમાં જીતનારા લોકોની માહિતી વિજયી થનારા લોકોના રજીસ્ટર્ડ ઈ-મેઈલ આઈડી પર મોકલવામાં આવશે.

Related posts

कठुआ गैंगरेप : निर्भया के वक्त राहुल गांधी कहां थे : मंत्री प्रकाश जावडेकर

aapnugujarat

મહાગઠબંધનમાં જોડાવવા આમ આદમી પાર્ટીનો ઇન્કાર

aapnugujarat

अनंतनाग में 1 आतंकी ढेर

editor

Leave a Comment

UA-96247877-1