Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પત્નીની હત્યા બદલ રિપોર્ટર સુહૈબ ઇલિયાસીને આજીવન કારાવાસની સજા

પોતાના સમયના ચર્ચાસ્પદ ક્રાઈમ શો ઇન્ડિયાસ મોસ્ટ વોન્ટેડના એન્કર સુહૈબ ઇલિયાસીને પત્નીની હત્યાના દોષમાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. પત્રકાર ઇલિયાસીને દિલ્હીની કડકડડૂમા કોર્ટે આકરી સજા ફટકારી હતી. ઇલિયાસીના વકીલે ફાંસીની સજા ન ફટાકરવા માટેની અપીલ કરી હતી. ૧૬મી ડિસેમ્બરના દિવસે ઇલિયાસીને ૧૭ વર્ષ જુના આ જધન્ય હત્યાકાંડ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ૧૧મી જાન્યુઆરી ૨૦૦૦ના દિવસે ઇલિયાસીના ઘરે પત્ની અંજુની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. હત્યા કરવા માટે કાતરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૨૮મી માર્ચ ૨૦૦૦ના દિવસે પોલીસ દહેજ હત્યા કેસના સંદર્ભમાં ઇલિયાસીની ધરપકડ કરી હતી. પોલીસે તપાસમાં શોધી કાઢ્યું હતું કે, ઇલિયાસી અને પત્ની અંજુ વચ્ચે વારંવાર લડાઈ ઝગડા થતાં હતા. બનાવ બાદ પોતાના ગુનાને છુપાવવા પોતાના મિત્ર મારફતે ફોન કરીને કહેડાવ્યું હતું કે, અંજુએ આત્મહત્યા કરી લીધી છે. અંજુના પરિવારના સભ્યોએ ઇલિયાસી ઉપર હત્યાનો આક્ષેપ મુક્યો હતો. ૧૯૯૫માં સુહેબ ઇલિયાસીએ પત્નીની સાથે મળીને ક્રાઈમ શો ચલાવ્યો હતો. ૧૯૯૮માં ટીવી ક્રાઈમ શો ઇન્ડિયાસ મોસ્ટ વોન્ટેડ ખુબ લોકપ્રિય તરીકે રહેતા ઇલિયાસીની બોલબાલા વધી હતી. વર્ષ ૨૦૦૦માં પત્નીની હત્યા બાદ આ શોને બંધ કરી દેવાની ફરજ પડી હતી. પોલીસના કહેવા મુજબ એ ગાળા દરમિયાન અંજુની બહેન રશીને એક ડાયરી પોલીસને આપી હતી, તેમાં અંજુએ ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. અંજુની હત્યા મયુર વિહારના એપાર્ટમેન્ટમાં કરવામાં આવી હતી, તે ગાળા દરમિયાન તેના બે અંગત સુરક્ષા કર્મી રાજકુમાર અને શત્રુઘ્ન તૈનાત હતા. પોલીસને તપાસ દરમિયાન બાથરુમમાં લોહીના નિશાન મળી આવ્યા હતા. અંજુનું મોત સામાન્યરીતે ૧૦.૪૫ વાગે થયું હતું. ઇલિયાસી ૧૦.૨૬ વાગે તેને લઇને એમ્સ પહોંચ્યો હતો.
ઇલિયાસી દિલ્હીમાં જન્મ્યો હતો. ઇલિયાસી અને અંજુ વર્ષ ૧૯૮૯માં જામિયા મિલિયા ઇસ્લામિયામાં સાથે અભ્યાસ કરી રહ્યા હતા. તેમની વચ્ચે એ ગાળામાં પ્રેમ થયો હતો. અંજુના ઘરના લોકોએ આ સંબંધને લઇને વિરોધ કર્યો હતો. ત્યારબાદ બંને લંડન જતા રહ્યા હતા. વિરોધ છતાં ઇલિયાસીએ અંજુની સાથે ૧૯૯૩માં લંડનમાં લગ્ન કરી લીધા હતા. અંજુએ પોતાનું નામ બદલીને અફનસા રાખ્યું હતું ત્યાં પણ ટીવી એશિયામાં એન્કર તરીકે ઇલિયાસી જોડાયો હતો, તે ચેનલમાં પ્રોગ્રામ પ્રોડ્યુસર બન્યો હતો. ૧૯૯૬માં તે ભારતમાં આવ્યો હતો અને પોતાની રીતે કાર્યક્રમની શરૂઆત કરી હતી. જો કે, ૨૦૦૦ સુધી બંનેના સંબંધોમાં તિરાડ પડી હતી.

Related posts

ईसरो के सैटलाइट्‌स से भारत की सेनाएं हुई और मजबूत

aapnugujarat

FPI દ્વારા વેચવાલીનો દોર જારી

aapnugujarat

Respect for all religions was inherent in ‘Indian Blood’ : VP Naidu

aapnugujarat

Leave a Comment

UA-96247877-1