Aapnu Gujarat
મનોરંજન

અથિયા લાંબી ઈનિંગ્સ રમવા માટે ઇચ્છુક બની

રોમેન્ટિક કોમેડી ફિલ્મ મુબારકાને બોક્સ ઓફિસ પર સફળતા મળતા સેક્સી અથિયા શેટ્ટી હવે બોલિવુડમાં લાંબી ઈનિંગ્સ રમવા માટે ઇચ્છુક છે. સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીનું કહેવુ છે કે તે આગામી સમયમાં એક્શન ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે. હાલમાં રજૂ થયેલ નવી એડમાં તે એક બાઇકમાં નજરે પડી રહી છે. અથિયા શેટ્ટી પાસે હાલમાં કોઇ મોટી ફિલ્મ આવી રહી નથી. અથિયા મુબારકામાં પીઢ અભિનેતા અનિલ કપુર, અર્જૂન કપુર અને ઇલિયાના ડી ક્રુઝની સાથે નજરે પડી હતી. અનીસ બઝમી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી ગઇ હતી. સુનિલ શેટ્ટીની પુત્રી અથિયાએ નિખિલ અડવાણી દ્વારા નિર્દેશિત રોમેન્ટિક એક્શન ફિલ્મ હિરો સાથે બોલિવુડમાં પ્રવેશી હતી. વર્ષ ૨૦૧૫માં આ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. ફિલ્મમાં અભિનેત્રી તરીકે અથિયાની સાથે અભિંનેતા તરીકે ફિલ્મમાં સુરજ પંચોલીએ ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ સુભાષ ઘાઇની વર્ષ ૧૯૮૩માં આવેલી ફિલ્મની રિમેક હતી. વીતેલા વર્ષોની હીરો ફિલ્મમાં અભિનેતા તરીકેની ભૂમિકામાં જેકી શ્રોેફે ભૂમિકા અદા કરી હતી. અથિયાએ કહ્યુ છે કે એક કલાકાર હંમેશા કઇંક કઇંકને શીખે છે તેમાં કુશળતા શીખવાની હોવી જોઇએ. દરેક બાબત પર તે વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, મોટા સ્ટાર સાથે કામ કરવાની તેની ઇચ્છા રહેલી છે.

Related posts

મારે ટીનેજર્સ સુધી પહોંચવું છે : ઐશ્વર્યા

aapnugujarat

એતરાજ-૨ ફિલ્મનુ શુટિંગ વર્ષના અંત સુધી શરૂ કરાશે

aapnugujarat

એમી જેક્શન ૫૪૩ કરોડની ફિલ્મને લઇ ઉત્સુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1