Aapnu Gujarat
રમતગમત

ફિક્સિંગ બદલ પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જમશેદ પર એક વર્ષનો પ્રતિબંધ

પાકિસ્તાન સુપર લીગ ટ્‌વેન્ટી-૨૦માં સ્પોટ ફિક્સિંગ કરવા બદલ પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નાસીર જમશેદ પર એક વર્ષનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનની એન્ટી કરપ્શન ટ્રિબ્યુનલે સ્પોટ ફિક્સિંગના મામલે સહકાર ન આપવાના મામલે જમશેદને દોષી ઠેરવ્યો હતો અને તેને સજા ફટકારવામાં આવી હતી.
ચાલુ વર્ષે ફેબુ્રઆરીમાં યોજાયેલી પાકિસ્તાન સુપર લીગ સ્પોટ ફિક્સિંગના વિવાદોને કારણે ચર્ચામાં રહી હતી. આ મામલે જમશેદ પાંચમો એવો ખેલાડી છે કે, જેને સજા ફટકારવામાં આવી છે. અગાઉ શર્જિલ ખાન, ખાલીદ લતિફ, મોહમ્મદ ઇરફાન અને મોહમ્મદ નવાઝને નાણાંકીય દંડ તેમજ પ્રતિબંધની સજા ફટકારવામાં આવી ચૂકી છે. જમશેદનો કેસ ઘણો પેચીદો મનાય છે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પહેલા તો તેને સ્પોટ ફિક્સિંગનો મુખ્ય સૂત્રધાર ગણાવ્યો હતો. પાકિસ્તાન બોર્ડનો દાવો હતો કે, તેણે બ્રિટનમાં બેઠા બેઠાં પાકિસ્તાન સુપર લીગની મેચોમાં સ્પોટ ફિક્સિંગ કરાવ્યું. આ પછી તેની ધરપકડ બ્રિટનમાં કરવામાં આવી હતી.હાલમાં તે જામીન પર છૂટયો છે અને બ્રિટનમાં તેની સામે તપાસ ચાલે છે કે નહિ તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કાયદાકીય સલાહકાર રિઝવીએ જણાવ્યું કે, પાકિસ્તાન બોર્ડે હજુ જમશેદ પર સ્પોટ ફિક્સંગનો આરોપ મૂક્યો નથી અને તેની સામે માત્ર સહકાર ન આપવાનો આરોપ હતો, જેમાં તે દોષી ઠર્યો છે અને તેના પર એક વર્ષનો પ્રતિબંધ મૂકાયો છે.

Related posts

WTC ફાઈનલ માટે Team Indiaની જાહેરાત, રહાણેને સ્ક્વોડમાં મળ્યું સ્થાન

aapnugujarat

इंग्लैंड के खिलाफ हमने योजना के अनुसार गेंदबाजी की : मलिंगा

aapnugujarat

भारतीय क्रिकेट टीम की जर्सी पर जल्द ही ओप्पो की जगह लेगा बायजूस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1