Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પના સેક્સ કૌભાંડો સામે મહિલા સાંસદો પડી મેદાનમાં

ડેમોક્રેટિક પાર્ટીના ૬૦ મહિલા સાંસદોએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મુકાયેલા યૌન શોષણના આક્ષેપોની તપાસ યોજવાની માગણી કરી છે. હાઉસ કમિટી ઓફ ઓવરસાઈટ એન્ડ ગવર્મેન્ટ રિફોર્મ્સના ચેરમેને પાઠવેલા પત્રમાં ૫૪ મહિલા સાસંદોએ હસ્તાક્ષર કર્યા છે.પત્રમાં જણાવ્યું હતું કે મી ટુ ઝુબેશ વખતે સમગ્ર અમેરિકાની મહિલાઓએ તેમની સામેના યૌન શોષણ અને અત્યાચારની વિગતો વિશ્વ સામે મુકી છે. કોંગ્રેસના સભ્યો પણ આ માટે તપાસના ઘેરામાં સપડાયા હતા. આ પૈકી કેટલાક રાજીનામું આપનાર છે. અનેક મહિલાઓએ ટ્રમ્પ પર પણ આક્ષેપ મુક્યા છે. તેની અવગણના કરી શકાય નહીં. પ્રમુખને પણ તેમના બચાવ માટે પુરાવા રજૂ કરવા માટે તક પૂરી પાડવી જોઈએ.ટ્રમ્પ પર યૌન શોષણનો આક્ષેપ કરનારી ત્રણ મહિલાઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ સામે તેમણે મુકેલા આક્ષેપની તપાસ સંસદે કરવી જોઈએ. ડેમોક્રેટિક સાંસદ ક્રિસ્ટન ગ્રિલીબ્રેન્ડે એક પગલું આગળ વધી ટ્રમ્પના રાજીનામાની માગણી કરી હતી. ગિલીબ્રેન્ડે કહ્યું હતું કે પ્રમુખે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ. તેઓ જોકે તેમને જ દોષિત ગણાવશે નહીં. આથી કોંગ્રેસે તેમની સામેના આક્ષેપોની તપાસ યોજવી જોઈએ.વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે જણાવ્યું હતું કે પ્રમુખે આ આક્ષેપોને ધરાર ફગાવી દીધા છે. આ ઘટના ટ્રમ્પ પ્રમુખપદ માટે ચૂંટાયા તે અગાઉની છે અને દેશના લોકોએ નિર્ણાયક ચૂંટણીમાં પ્રમુખ ટ્રમ્પને સમર્થન આપ્યું છે. અમારા મત પ્રમાણે ટ્‌મ્પે ચૂંટણી પ્રક્રિયા વખતે આ આક્ષેપોના જવાબ આપ્યો છે.

Related posts

अमेरिका के जंगल में लगी भीषण आग, 35 की मौत

editor

बांग्लादेश के रोहिंग्या रिफ्यूजी कैंप में गैंगवॉर, 8 लोगों की मौत

editor

ચીને બનાવ્યો મધર ઓફ ઓલ બોમ્બ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1