Aapnu Gujarat
ગુજરાત

અરવલ્લીમાં યોગીની સભામાં ૨૦૦ જેટલાં કોંગ્રેસનાં કાર્યકરો જોડાયા ભાજપમાં

ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે ત્યારે રાજકીય પક્ષોની ઝંઝાવાતી સભાઓનો દોર પણ શરુ થઇ ગયો છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્યાણ ચોક ખાતે યુપીના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક યોગી અદિત્યનાથની જંગી જાહેરસભા યોજાઈ જ્યાં ઉપસ્થિત જનમેદનીએ યોગી મોદીના નારા લગાવી અભિવાદન કર્યું હતું. અરવલ્લી જિલ્લા કોંગ્રેસી મંત્રી મહેશ પટેલ ૨૦૦ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. યોગી આદિત્યનાથે ખેસ પહેરાવીને તેમને ભાજપમાં આવકાર્યા હતા. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કોંગ્રેસના મંત્રી મહેશ ડી પટેલ તેમના ધનસુરા તાલુકાના ૨૦૦ કાર્યકરો સાથે યોગીજીના હસ્તે કેસરીયો ખેસ પહેરી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો, પોતાના સંબોધનમાં યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસને ઇશરત જહાં પર હેત છે ગોધરા કાંડમાં માર્યા ગયેલા કાર સેવકો પર પ્રેમ નથી. રાહુલ ગાંધીને મંદિરમાં દર્શન કરવા માટે એક મહિનો ટ્રેનિંગ આપવી પડશે, રાહુલ ગાંધી મંદિરમાં જાય છે પણ મસ્જિદમાં નમાઝ માટે બેઠો હોય એમ બેસે છે એમ કહી પ્રહાર કર્યા હતા.

Related posts

વધુ ઉમેદવાર હોય તેવી સીટ વધારાના બબ્બે બેલેટ યુનિટ

aapnugujarat

રૂપાણી સરકારે પસંદગી પામેલા ૨૬૫ ડોક્ટર્સને નથી આપી નિમણૂંક

editor

મહેસુલ મંત્રી કૌશિક પટેલ દ્વારા કોરોનો વોરિયર્સને સન્માનિત કરાયા

editor

Leave a Comment

UA-96247877-1