Aapnu Gujarat
ગુજરાત

ઈવીએમ બહાર રહ્યું કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે : ડેડીયાપાડામાં ચૂંટણી અધિકારીઓની બેદરકારી

રાજયમાં પહેલા તબકકા માટે શનિવારના રોજ મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવી હતી આ સમયે નર્મદાના ડેડીયાપાડાના કંજાલ બૂથમથકનુ ઈવીએમ આખી રાત બહાર પડી રહેતા તંત્રના અધિકારીઓની ઘોર બેદરકારી બહાર આવવા પામી હતી આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.આ અંગે મળતી માહિતી અનુસાર,નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે કંજાલ બૂથમથક ઉપર શનિવારના રોજ અન્ય વિધાનસભા બેઠકોની સાથે મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવી હતી.આ સમયે કંજાલ બૂથમથકના ઈવીએમ મશીનને સ્ટ્રોંગરૂમમા મુકતી વખતે ઈવીએમ મશીનને અધિકારીઓ ગાડીમા મુકવાનુ ભૂલી જતા આખી રાત આ ઈવીએમ મશીન બહાર પડી રહેવા પામ્યુ હતુ.ડેડીયાપાડા વિધાનસભાના ૧૭ નંબરના ઝોનલ અધિકારીને એક રિઝર્વ ઈવીએમ અને વીવીપેટ ફાળવવામા આવ્યા હતા.આ અધિકારી ઈવીએમ અને વીવીપેટ મશીન જે તે ખાનગી ગાડીમા જ ભૂલી ગયા હતા.આ બાબત બીટીપીના આગેવાન ના ધ્યાનમાં આવતા તેઓ તાકીદે આ ઈવીએમને લઈને રાજપીપળાના સ્ટ્રોંગરૂમ ખાતે પહોંચી ગયા હતા.આ સમયે જિલ્લા કલેકટર ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા હતા.બીટીપીના આગેવાન ચૈતરવસાવાએ ઈવીએમ અને વીવીપેટ સીધા જ જિલ્લા કલેકટર આર.એસ.નિનામાની સામે રહેલા ટેબલ ઉપર મુકી દેતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.આ ઈવીએમને લઈને તપાસ શરૂ કરી દેવામા આવી છે.જો કે આ ઘટનામાં ઝોનલ અધિકારી ઉપરાંત જે જવાબદાર અધિકારી હશે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે એમ કલેકટરે જણાવ્યું છે.

Related posts

અમદાવાદમાં કોરોનાના 600 એક્ટિવ કેસ

aapnugujarat

ડુંગળીના ભાવમાં આગ ઝરતી તેજી, મોંઘી બની ગરીબોની કસ્તુરી

aapnugujarat

મેલેરીયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અંતર્ગત વિરમગામમાં બાઇક રેલી કાઢવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1