Aapnu Gujarat
ગુજરાત

શંકરસિંહે કોંગ્રેસ છોડી તેથી કોંગ્રેસમાં શાંતિ ફેલાઇ : અશોક ગહેલોત

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગહેલોતે મહત્વનું નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યુમાં ગહેલોતે શંકરસિંહ વાઘેલાને મોટી અડચણ ગણાવ્યાં તો શંકરસિંહે કોંગ્રેસ છોડી એટલે કોંગ્રેસમાં શાંતિ ફેલાઈ હોવાનું જણાવ્યું.પંજાબમાં મહત્વની જવાબદારી પૂર્ણ કર્યા બાદ અશોક ગહેલોતને ગુજરાત ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
અશોક ગહેલોતે ગુજરાતમાં ૨૦ ટુકડામાં વેચાયેલી કોંગ્રેસને એકજૂટ કરી છે. અશોક ગહેલોતે જણાવ્યું કે ગુજરાતમાં મતદારો પરિવર્તન ઈચ્છી રહ્યાં છે. પીએમ મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ પણ ઘટયો છે જેનો લાભ કોંગ્રેસને મળી શકે છે.તેમણે કહ્યું કે રાજ્યમાં પાટીદાર, ગરીબ, ખેડૂત અને દલિતો પર કરવામાં આવેલા અત્યાચારના કારણે ભાજપને નુકસાન થવાનું છે. રાહુલ ગાંધીએ ચૂંટણીમાં વિકાસ અને દમનનો મુદો ઉઠાવ્યો જેથી ગુજરાતના મતદારો પ્રભાવિત થયાં છે. તેમણે ગુજરાતમાં સવાસોથી વધુ બેઠક કોંગ્રેસ જીતશે તેવો આશાવાદ વ્યકત કર્યો છે.

Related posts

ભારતીય કિસાન સંઘ દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપનીને ખેડૂતોના પ્રશ્નોને લઈ આવેદન અપાયું

editor

રાજકોટમાં કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે યુવકના મોત

aapnugujarat

ધાનાણી મારી સામેના આક્ષેપો સાબિત કરે, નહીં તો કોર્ટમાં ખેંચી જઈશ : ફળદુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1