Aapnu Gujarat
મનોરંજન

એન્જેલિના ટૂંક સમયમાં એક્ટિંગ છોડે તેવી શક્યતા

ખૂબસુરત અભિનેત્રી એન્જેલિના જોલીએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં જ એક્ટિંગ છોડી દેશે અને ફૂલટાઈમ કેમેરા પાછળની ભૂમિકા અદા કરશે. એન્જેલિના જોલીની આ જાહેરાતથી તેના કરોડો ચાહકોને આઘાત લાગ્યો છે. એન્જેલિના જોલી ફિલ્મોમાં ભૂમિકા કરે તેવી ચાહકોની ઇચ્છા છે પરંતુ એન્જેલિનાનું કહેવું છે કે તે હવે વધારે સમય સુધી ફિલ્મોમાં કામ કરવા ઇચ્છતી નથી, તેનું કહેવું છે કે જો મોટી અને સારી ફિલ્મોની ઓફર મળશે નહીં તો તે નિર્દેશનના ક્ષેત્રમાં નવી ઇનિંગ્સ રમશે. એન્જેલિના જોલીને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તેને ફિલ્મોમાં કામ કરવામાં ખૂબ જ રસ છે અને નવી નવી ભૂમિકાઓ કરવા ઇચ્છુક પણ છે પરંતુ તે એમ પણ માને છે કે મોટી પડકારરૂપ ભૂમિકા મળશે નહીં તો તે એક્ટિંગ છોડી દેશે. અભિનેત્રી ફિલ્મ નિર્દેશનના ક્ષેત્રમાં પહેલાંથી જ ઝંપલાવી ચૂકી છે. ઇન દ લેન્ડ ઓફ બ્લડ એન્ડ હની નામની ફિલ્મમાં તે નિર્દેશન કરી રહી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ રજૂ થનાર છે.ડિરેક્ટર તરીકેની કામગીરીથી એન્જેલિના સંતુષ્ટ દેખાઈ રહી છે. હોલિવૂડની સૌથી મોંઘી અને સૌથી વધુ માંગ ધરાવતી અભિનેત્રીઓમાં એન્જેલિના સામેલ છે. સંયુક્ત રાષ્ટ્રના સામાજિક કાર્યો સાથે પણ એન્જેલિના જોડાયેલી રહી છે. બ્રાડ પીટથી અલગ થયા બાદ તે હાલમાં સિંગલ છે. જો કે તે જુદા જુદા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. સામાજિક કાર્યો સાથે પણ તે જોડાયેલી છે. એન્જેલિનાના માર્ગ પર ચાલવા માટે તમામ નવી અભિનેત્રી ઇચ્છે છે.

Related posts

રૂબીના દિલેકનો બિકીનીમાં મનમોહક અંદાજ

editor

સ્ટાર સની લિયોન હકીકતમાં સિમ્પલ છે

aapnugujarat

શાહરૂખ અને કંગનાની જોડી પ્રથમ વખત ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1