Aapnu Gujarat
મનોરંજન

અક્ષય હોરર કોમેડી ફિલ્મ કરવા માટે તૈયાર

બોલિવુડના લોકપ્રિય સ્ટાર અક્ષય કુમારે હવે હોરર કોમેડી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અક્ષય કુમારે વિગત આપતા કહ્યુ છે કે તે છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા સમુદાયના લોકોને મેસેજ આપનાર ફિલ્મો કરી રહ્યો છે. જો કે હવે આ પ્રકારની ફિલ્મોથી દુર હટીને કેટલીક હોરર અને કોમેડી ફિલ્મ કરવા માટે તે ઇચ્છુક છે. તે આ પ્રકારના રોલ માટેની ફિલ્મની શોધમાં છે. અક્ષય કુમાર બોલિવુડમાં હજુ પણ સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક તરીકે રહ્યો છે. તેનુ કહેવુ છેકે હવે કોમેડી ફિલ્મ કરવાના માર્ગદ પર ફરી આગળ વધનાર છે.  લોકોને સારા મેસેજ આપી શકે તેવી ફિલ્મ કરવા માટેની તેની ઇચ્છા રહેલી છે. તેની છેલ્લે ટોઇલેટ એક પ્રેમ કથા ફિલ્મ મેસેજ ફિલ્મ હતી. સાથે સાથે કોમર્શિયલ રીતે હિટ પણ રહી હતી. અક્ષય કુમારે વિગત આપતા કહ્યુ છે કે તે અંગત રીતે હોરર કોમેડી ફિલ્મ કરવા માટે આશાવાદી છે. તે છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ફિલ્મોમાં નજરે પડ્યો હતો. ભયભીત કરવાની સાથે સાથે કોમેડી કરી શકે તેવી ફિલ્મમાં કામ કરવાની મજા પડે છે. અક્ષય કુમાર હાલમાં તેની ફિલ્મ પેડમેનને લઇને પ્રમોશન કરી રહ્યો છે. પેડમેન ફિલ્મમાં રાધિકા આપ્ટે, સોનમ કપુર અને અક્ષય કુમારની ભૂમિકા છે. આ ફિલ્મની ખાસ બાબત એ છે કે ફિલ્મ સાથે ટિ્‌વન્કલ ખન્ના બોલિવુડમાં ફિલ્મ પ્રોડક્શનના ક્ષેત્રમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ અરૂચાચલમના જીવન પર આધારિત છે. આ ફિલ્મનુ નિર્દેશન બાલ્કી કરી રહ્યા છે. ફિલ્મને ૨૬મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. ફિલ્મ તમામ મહિલાઓને ખાસ સંદેશો આપે તે પ્રકારની બની છે. ફિલ્મનુ નિર્માણ કરી લેવામાં આવી છે.

Related posts

રણબીરની ટી-શર્ટ ૩૦ હજાર રૂપિયાની !!

aapnugujarat

હાઉસફુલ-૪ ફિલ્મને લઇ પુજા હેગડે વ્યસ્ત

aapnugujarat

મધુર ભંડારકરની ફિલ્મમાં શાહરૂખ પોલીસના રોલમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1