Aapnu Gujarat
મનોરંજન

ફિલ્મ ચાલબાજની રીમેકમાં આલિયા ભટ્ટ ડબલ રોલમાં

આશરે ૨૮ વર્ષ પહેલા રજૂ કરવામાં આવેલી ફિલ્મ ચાલબાજની રિમેક ફિલ્મ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ ફિલ્મમાં શ્રીદેવી, રજનિકાંત અને સન્ની દેઓલની ભૂમિકા હતી. નિર્દેશક પંકજ પરાશરની સુપરહિટ ફિલ્મ ચાલબાજની રીમેક ડેવિડ ધવન બનાવી રહ્યા છે. જેમાં આલિયા ભટ્ટની પસંદગ શ્રીદેવીવાળા રોલ માટે કરવામાં આવી છે. ચાલબાજને આધુનિક રીતે યુવા પેઢીને ધ્યાનમાં લઇને તૈયાર કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી શ્રીદેવીના રોલ માટે અભિનેત્રીની શોધ ચાલી રહી હતી. હવે તપાસ પૂર્ણ થઇ છે. ડેવિડ ધવને આલિયાની પસંદગી કરી હોવાની વાત કરી છે. આલિયા સાથે વાતચીત પણ કરી લેવામાં આવી છે. આલિયા ભટ્ટે કહ્યુ છે કે તે ડેવિડ ધવનની સાથે જુડવા-૩ ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. ડેવિડ ધવને હવે તેની પસંદગી કરી લીધી છે. આલિયા ફિલ્મમાં ડબલ રોલ કરનાર છે. ચાલબાજની રીમેક બને તેવી ઇચ્છા શ્રીદેવીએ પણ હાલમાં વ્યક્ત કરી હતી. શ્રીદેવીએ પણ આલિયા ભટ્ટની જ વાત કરી હતી. શ્રીદેવીએ કહ્યુ હતુ તે તેના રોલને સારી રીતે અદા કરી શકે છે. રજનિકાંતના રોલમાં વરૂણ ધવન રહેશે. અનુપમ ખેરના રોલમાં રોલમાં તે પોતે જ નજરે પડી શકે છે.
અગાઉની ફિલ્મમાં શક્તિ કપુર અને અન્નુ કપુરની પણ ચાવીરૂપ ભૂમિકા હતી. કાસ્ટિંગને લઇને ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં સન્ની દેઓલના રોલમાં કોણ રહેશે તે અંગે હજુ સુધી કોઇની પસંદગી કરવામાં આવી નથી. જો કે ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવી શકે છે. રામ અને શ્યામની રીમેક પર ચાલબાજ બનાવવામા ંઆવી હતી. સીતા ઔર ગીતાની રીમેક પર તે ફિલ્મ બની હતી.

Related posts

નંબર ગેમમાં કોઇ વિશ્વાસ નથી : રાધિકા

aapnugujarat

वीरांगनाओं पर बनें ज्यादा से ज्यादा फिल्में : गुल पनाग

aapnugujarat

सिंगल यूज प्लास्टिक के प्रयोग से बचें : भूमि

aapnugujarat

Leave a Comment

UA-96247877-1