Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારોએ વિશાળ રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યુ

વિરમગામ વિધાનસભાની ચૂંટણીમાં આગામી 14 ડીસેમ્બર ના રોજ યોજાનાર છે. વિરમગામ વિધાનસભા બેઠક પર ભાજપ-કોંગેસ સહિત અપક્ષ ઉમેદવારો એ પોતના મત વિસ્તારમાંમા ચૂંટણી પ્રચાર શરૂ કરી દીઘો છે. વિરમગામ પંથકમાં ભામાશા નુ બિરૂદ મેળવનાર ચુંવાળ પંથકના કુંવરજી ઠાકોર એ વિરમગામ વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઝંઝાવતા બેઠક પર ચતુષ્કોણીય જંગ ખેલાશે તેવુ દેખાય રહ્યું છે. કુંવરજી ઠાકોરે પણ રવિવારે સમર્થકો સાથે વિશાળ સંમેલન યોજી બાઇક રેલી કાઢી હતી અને પોપટ ચોકડી પાસે વિરમગામ વિધાનસભા વિસ્તારના કાર્યાલયનુ ઉદ્ઘાટન કર્યુ હતુ. આ ઉપરાંત વિરમગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસની ટીકીટ ન મળતા ઘ્રુવભાઇ જાદવે અપક્ષ ઉમેદવારી નોંઘાવી હતી. જેઓએ પોપટ ચોકડી પાસે કાર્યાલય નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં પોતના સર્મથકો સાથે બાઇક રેલી યોજી હતી. શહેરના ગોલવાડી દરવાજા પાસે સરદાર પટેલ તેમજ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ને ફુલહાર અર્પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિરમગામ વિધાનસભા બેઠક પર કુલ વિવિધ જ્ઞાતિના 22 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. અત્યારે મતદારો કોના તરફી મતદાન કરશે એ કહી શકાય તેમ નથી. વિરમગામ વિધાનસભાના રાજકીય પક્ષો સહિત અપક્ષ ઉમેદવારો પણ મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે. અપક્ષ ઉમેદવારો ભાજપ કે કોગ્રેસની હાર કે જીતમાં મહત્વનો ભાગ ભજવશે તેવું લોક મુખે ચર્ચાઇ રહ્યુ છે.

રિપોર્ટર : નીલકંઠ વાસુકીયા (વિરમગામ)

Related posts

IIT-B Darshan death: દર્શન સોલંકી આપઘાત કેસમાં ઉશ્કેરણી કરવા બદલ ક્લાસમેટની ધરપકડ

aapnugujarat

પાટીલની ગુંડાગીરી આપણે ગુજરાતીઓ જોઈ રહ્યા છીએ : ઇટાલીયા

editor

અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં અત્યા૨ સુધી ૨ લાખથી વધુ લોકોના કોવિડ ટેસ્ટ કરાયા

editor

Leave a Comment

UA-96247877-1