Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હોસ્ટેલમાં રાષ્ટ્રગાન ગાવું ફરજિયાત, વસુંધરા સરકારનો નિર્ણય

રાજસ્થાન સરકારે હવે સ્કૂલના વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે હોસ્ટેલમાં રાષ્ટ્રગાન ગાવાનું ફરજિયાત બનાવ્યું છે. રાજસ્થાન સામાજિક ન્યાય તેમજ અધિકારીતા વિભાગે ઓબીસી, એસસી તેમજ એસટી સહિત તમામ ૭૮૯ હોસ્ટેલ્સમાં રાષ્ટ્રગાન ફરજિયાત ગાવાના આદેશો આપ્યા છે. આદેશ મુજબ તમામ હોસ્ટેલમાં સવારે સાત વાગ્યે અચૂક રાષ્ટ્રગાન ગાવું પડશે.સરકારે સોમવારે જાહેર કરેલા એક નિવેદન મુજબ તમામ રેસિડેન્સ સ્કૂલમાં રાષ્ટ્રગાન ફરજિયાત ગાવું પડશે. આ પરંપરાને હોસ્ટેલોએ પણ અનુસરવી પડશે. વિભાગ દ્વારા જાહેર કરાયેલો આદેશ રવિવારથી લાગુ કરવામાં આવ્યો હતો. વિભાગના અગ્ર સચિવ સમિત શર્માએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રગાન ગાવું તે પહેલેથીજ હોસ્ટેલના દૈનિક કાર્યોમાં સ્થાન ધરાવે છે.તેમણે જણાવ્યું કે, ‘હોસ્ટેલોમાં રહેતા બાળકો સવારમાં પ્રાર્થના માટે એકત્ર થતા હોય છે. સ્ટાફના અભાવને પગલે રાષ્ટ્રગાન ગાવાના નિર્દેશોનું પાલન થતું ન હતું. રાષ્ટ્રગાનને નિયમિત રીતે ગાવા માટે આ નિર્દેશ એટલા માટે જાહેર કરવામાં આવ્યો છે. વિભાગ હેઠળ અંદાજે ૮૦૦ હોસ્ટેલ્સ છે જેમાં ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.’જયપુરમાં મેયર અશોક લાહોટીએ પણ સવારે જન-ગણ-મન તેમજ સાંજે વંદેમાતરમ ગાવાનું ફરજિયાત બનાવ્યું હતું. ત્યારબાદ રાજસ્થા યૂથ બોર્ડે ૮ નવેમ્બરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં ‘વંદે માતરમ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.

Related posts

કોંગ્રેસને ૨૦ સપ્ટેમ્બર સુધી નવા અધ્યક્ષ મળી શકે છે.!

aapnugujarat

રામનાથ કોવિંદ દેશનાં ૧૪માં રાષ્ટ્રપતિ બન્યાં

aapnugujarat

સ્વીડન અને US પછી ભારતને મળ્યું 6G સંશોધન અને વિકાસ કેન્દ્ર, ત્રીજો દેશ બન્યો ભારત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1