Aapnu Gujarat
મનોરંજન

ડી કેપ્રિયોની સાથે ફિલ્મમાં ફરી કામ કરવા કેટ ઇચ્છુક

ઓસ્કાર વિજેતા અભિનેત્રી કેટ વિન્સલેટ અને લિયોનાર્ડો ડી કેપ્રિયો વચ્ચેના મિત્રતાના સંબંધ હજુ સારા રહ્યા છે. બન્ને સાથે કામ કરવા માટે પણ ઇચ્છુક છે. કેટ પાસે હવે વધારે ફિલ્મો નથી. તેનુ કહેવુ છે કે તે લિયોનાર્ડો ડી કેપ્રિયો સાથે ફરી એકવાર કામ કરવા માટે તૈયાર છે. તેમની વચ્ચે મિત્રતા હજુ અકબંધ રહી છે. જેમ્સ કેમરૂનની ટાઇટેનિક ફિલ્મમાં આ જોડી નજર પડ્યા બાદ વિશ્વભરમાં છવાઇ ગઇ હતી. તેમની જોડીને સૌથી વધારે પસંદ કરવામાં આવી હતી. ટાઇટેનિક ફિલ્મ ફિલ્મ ઇતિહાસમાં હજુ સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ પૈકીની એક ફિલ્મ છે. બન્નેની જોડી ત્યારબાદ એક દશક પછી રિવોલ્યુશનરી રોડમાં દેખાઇ હતી. આ ફિલ્મ પણ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. કેટ વિન્સલેટે માહિતી આપતા કહ્યુ છે કે તેઓ હાલમાં કોઇ પ્રોજેક્ટ એક સાથે ધરાવતા નથી. જો કે ભવિષ્યમાં કોઇ ફિલ્મ આવશે તો તે ચોક્કસપણે કરશે. કેટ આશાવાદી બનેલી છે. માઉન્ટેન બિટવિન અસ નામની ફિલ્મમાં કેટ કામ કરી રહી છે. જેમાં ઇદરીસ આલ્બા પણ છે. ફિલ્મની પટકથા ખુબ દિલધડક રહેલી છે. ફિલ્મમાં તેઓ વિમાન દુર્ઘટનાને રોકવા માટેના પ્રયાસ કરતી નજરે પડશે. લિયો અને કેટની જોડી ટાઇટેનિકમાં જોરદાર રીતે રજૂ થયા બાદ અનેક ફિલ્મ નિર્માતા અને નિર્દેશક દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. જો કે સફળતા હાથ લાગી ન હતી. હવે ફરી વાર પ્રયાસ કરવામાં આવી શક છે. કેટ વિન્સલેટ ફિલ્મી કેરિયરમાં અનેક યાદગાર ફિલ્મમાં કામ કરી ચુકી છે. જેમા ંટાઇટેનિક ઉપરાંતની ફિલ્મોનો સમાવેશ થાય છે.લિયો પણ પોતાની કેરિયરમાં અનેક યાદગાર રોલ કરી ચુક્યો છે. ત પણ ઓસ્કાર એવોર્ડ જીતી જવામાં આખરે સફળ રહ્યો છે. ઘણા વર્ષ સુધી ઓસ્કારથી વંચિત રહ્યા બાદ તેને આખર ઓસ્કાર મળ્યો હતો.

Related posts

दीपिका-रणवीर की शादी की डेट फिक्स, तैयारियां शुरू !

aapnugujarat

साल की सबसे ज्यादा कमाई करने वाली फिल्म बनी ‘वॉर’

aapnugujarat

બોલિવુડના ભાઇ સલમાન સામે અનેક વિવાદ રહ્યા છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1