Aapnu Gujarat
બિઝનેસ

વાઉ એરલાઇન્સ ભવિષ્યમાં ફ્રીમાં પ્રવાસ કરાવી શકે છે : રિપોર્ટ

વર્ષ ૨૦૧૪માં શરૂ કરવામાં આવેલી અને ટુંકા ગાળામાં જ સસ્તામાં સારી સુવિધા આપવાના મામલે નામ કરી દેનાર વાઉ એરના સીઇઓ સ્કુલી મોન્ગસને હાલમાં દાવો કર્યો હતો કે આવનાર સમયમાં એરલાઇન્સ કંપનીઓ ફ્રીમાં મુસાફરી કરાવનાર છે. તેમના કહેવા મુજબ સ્થિતી આ પ્રકારની નિર્માણ થનાર છે. જાન્યુઆરી મહિનામાં વાઉ દ્વારા અમેરિકાથી યુરોપિયન દેશોની પ્લાઇટ ામાત્ર ૬૯ ડોલરમાં અથવા તો ૪૪૪૦ રૂપિયામાં કરાવી દેવાની ઓફર કરી હતી. એટલુ જ નહી બલ્કે કંપનીએ જુનમાં ફ્લાઇટના રેટ ૫૫ ડોલર કરવાની જાહેરાત કરી હતી. પ્રશ્ન એ થાય છે કે આ સિલસિલો ક્યાં સુધી ચાલશે. આનો જવાબ આપતા વાઉના સીઇઓ કહે છે કે તેઓ એ દિવસને જોઇ રહ્યા છે જ્યારે એરલાઇન્સ આપને વિમાની યાત્રા માટે પૈસા આપશે. વાઉ એરે પોતાના રેવેન્યુ હદમાં વધારો કર્યો છે. વાઉએ હવે માત્ર ટિકિટના કારણે થનાર આવક પર આધારિત ન રાખવાનો નિર્ણય કર્યો છે. કંપની આપની જરૂરીયાત મુજબ આપને સેવા આપે છે. કોઇ ખાસ સીટની પસંદગી કરવામાં આવે કે પછી બોર્ડ કરવામાં આવે કે પછી ફ્લાઇટમાં ભોજનની માંગ કરવામાં આવે આપની ફ્લાઇટના રેટ આ સર્વિસેસની જેમ જ રહેશે. આ ઉપરાંત કંપનીએ હોટેલ, રેસ્ટોરન્ટ, રેન્ટર કાર અથવા ટ્રાવેલ્સ સાથે પણ પાર્ટનરશીર કરી છે. જેના કારણે વાઉ એર દ્વારા રેવેન્યુાના અન્ય વિકલ્પ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આના કારણે પણ મહેસુલી આવક થઇ રહી છે. તેમણે કહ્યુ છે કે સેકન્ડરી રેવેન્યુનો આંકડો પેસેન્જર ટિકિટથી વધારે થઇ જાય તેમ અમે ઇચ્છીએ છીએ.

Related posts

India expressed disappointment over lack of support for raising quota in IMF : FM Sitharaman

aapnugujarat

હવાઈ યાત્રા મોંઘી બનતી જાય છે

aapnugujarat

એર ઇન્ડિયાના ૨૩ ટકા વિમાન સેવામાં નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1