Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપી સરકાર ડિસેમ્બરથી ભૂમિ માફિયાઓ સામે પગલા લેવા સજ્જ

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આગામી દિવસોમાં વધારે આક્રમક બનીને આગળ વધવા માટે તૈયાર છે. આ વખતે યોગી હવે પ્રદેશમાં ભૂમિ માફિયાઓની સામે જોરદાર ઓપરેશન શરૂ કરવા માટે તૈયાર છે. યોગીએ કહ્યુ છે કે પ્રદેશમાં ૪૩ હજાર હેક્ટરથી વધારે જમીન માફિયાઓના કબજામાં છે. આ જમીનને મુક્ત કરાવવા માટે ડિસેમ્બરથી ખાસ અભિયાન હાથ ધરવામા ંઆવનાર છે. આના માટે વિશેષરૂપે રચવામાં આવેલા એન્ટી લેન્ડ માફિયા ટાસ્ક ફોર્સ ડિસેમ્બરથી સક્રિય થઇ જશે. અલ્હાબાદના ભારત સ્કાઉન્ટ ગાઇડ ઇન્ટર કોલેજમાં પાર્ટીના નગર એકમની ચૂંટણીને લઇને જનસભાને સંબોધતા યોગીએ આ મુજબની વાત કરી હતી. મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે સરકારની પ્રથમ પ્રાથમિકતા પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સર્જવાની છે. છેલ્લા આઠ મહિનામાં સરકાર કેટલાક અંશે સફળ પણ થઇ રહી છે. તેમણે કહ્યુ હતુ કે પ્રદેશના વિકાસ અને યુવાનોને નોકરી આપવાને હવે પ્રાથમિકતા છે.
યોગીએ કહ્યુ છે કે માફિયાઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
યોગીએ કહ્યુ હતુ કે છેલ્લા આઠ મહિનામાં ૧૧ લાખ મકાન ગરીબોને આપવામાં આવ્યા છે. તેમણે આક્ષેપ કરતા કહ્યુ હતુ કે સમાજવાદી પાર્ટીએ પાંચ વર્ષના ગાળામાં માત્ર ૨૯ હજાર મકાન આપ્યા હતા. યોગીએ કહ્યુ હતુ કે હોનારતોને રોકવા માટે પ્રદેશમાં એનડીઆરએફથી અલગ એક એસડીઆરએફની રચનાની કવાયત ચાલી રહી છે જે કુદરતી હોનારતો વેળા કામ કરનાર છે.
મુખ્યપ્રધાનની રેલીમાં પહોંચેલા સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ મારફતે પોતાની માંગણી દર્શાવી હતી. યોગીએ રોજગારની દિશામાં ઝડપી કાર્યવાહી કરવાની વાત કરી હતી. યોગી આદિત્યનાથે પોતાની સરકારના ગાળા દરમિયાન કરવામાં આવેલા કામોની વાત પણ કરી હતી. આ સભામાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય, કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ, ગોપાલ ગુપ્તા, રિટા બહુગુણા, વિરેન્દ્રસિંહ પણ હાજર રહ્યા હતા. યોગીએ કહ્યું હતું કે, નવી સરકાર ખુબ જ અસરકારકરીતે કુદરતી હોનારતોનો સામનો કરવા માટે પણ નીતિ બનાવી રહી છે. બીજી બાજુ ડિસેમ્બર મહિનામાં મોટાપાયે ભરતી શરૂ થનાર છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે, ડિસેમ્બરથી તમામ ભર્તીઓ શરૂ થશે. ૧૨૪૬૦ શિક્ષકો ભર્તીના મામલે સૌથી પહેલા દેખાવ કરવા આગળ આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં થોડાક સમય પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતિ હાસલ કરી હતી.

Related posts

એશિયન ગેમ્સ : પુનિયાએ ભારતને અપાવેલો સુવર્ણ

aapnugujarat

મનમોહનસિંહે વાજપેયીને ભીષ્મ પિતામહ ગણાવ્યાં હતાં

aapnugujarat

Orange alert for Mumbai, Thane and Palghar for heavy rains : IMD

editor

Leave a Comment

UA-96247877-1