Aapnu Gujarat
ગુજરાત

મને અને મારા પુત્રને ઉઠાવી લેવાની ધમકી મળી છે : દિનેશ બાંભણીયા

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતા દિનેશ બાંભણીયાએ સોમવારે જણાવ્યું હતું કે તેમને અને તેમના પુત્રને ધમકી આપવામાં આવી રહી છે. બાંભણીયાએ કહ્યું હતું કે મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેમાં મને અને મારા પુત્રને સ્કૂલમાંથી ઉપાડી લેવાની ધમકી આપી હતી.નોંધનીય છે કે રવિવારે કોંગ્રેસે ૭૭ ઉમેદવારની યાદી જાહેર કર્યા બાદ પાસ અને કોંગ્રેસ વચ્ચે ભંગાણ થયું હતું. મોડી રાત્રે પાસના કાર્યકર્તાઓએ કોંગ્રેસના સુરતના કાર્યાલય ખાતે તોડફોડ કરી હતી. એટલું જ નહીં પોલીસ અને દિનેશ બાંભણીયા વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું.કોંગ્રેસે તેની પ્રથમ યાદી બહાર પાડીને થોડી જ વારમાં પાટીદાર અનામત આંદોલનનાં કાયર્કરોએ તેની સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે પાસનાં બે કન્વીનરને ટીકીટ આપતા આખો મામલો બીચક્યો હતો.
મોડી રાત્રે પાસનાં કન્વીનરો કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીનાં ઘરે પહોંચી ગયા હતા. ત્યાં તેમણે હોબાળો કરતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જ્યારે સુરતમાં તો પાસ અને કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.મોડી રાત સુધી હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ રહ્યો હતો. પાસનાં કાર્યકરો છેલ્લે કોંગ્રેસ કાર્યાલય પર હલ્લા બોલ કર્યો હતો. ભરત સોલંકીનાં ઘર પાસે દિનેશ બાંભણીયાને પોલીસ સાથે સામાન્ય ઝપાઝપી પણ થઇ હતી. દિનેશની ફેંટ પકડી પોલીસ જીપ તરફ દોરી ગઇ હતી. તેની સામે દિનેશે પોલીસ પર દુર્વ્યહવારનો આરોપ કર્યો હતો.

Related posts

वडोदरा शहर में सफाई अभियान शुरु किया गया

aapnugujarat

ક્રેઇન વેદાંતા કંપની દ્વારા કોરોના સામે લડવા જરૂરી સાધન સામગ્રી અમદાવાદ કલેક્ટરને અર્પણ કરાઇ

editor

વિપક્ષના સભ્યોએ પ્રશ્નકાળ વેળા મૌન રહીને વિરોધ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1