Aapnu Gujarat
બ્લોગ

૨૦૧૮માં આવશે સૌથી મોટા ભૂકંપ

આગામી વર્ષ અર્થાત્‌ ૨૦૧૮ અને તેના પછી વિશ્વના ઘણા દેશોમાં મોટાપાયે શક્તિશાળી ભૂકંપ આવી શકે છે. આ વોર્નિંગ સાયન્ટિસ્ટ્‌સે આપી છે. તે પાછળનું કારણ છે, પૃથ્વીના ફરવાની ઝડપમાં થયેલો ઘટાડો. સાયન્ટિસ્ટ્‌સનું કહેવું છે કે, પૃથ્વીની ફરવાની ઝડપ અને વિશ્વભરમાં ભૂકંપ સંબંધિત વસ્તુઓ વચ્ચે સીધો સંબંધ છે.યુનિવર્સિટી ઓફ કોલોરાડોના રોજર બિલ્હેમ અને યુનિવર્સિટી ઓફ મોન્ટાનાની રેબેકા બેન્ડિકે ભૂકંપ અંગે રિસર્ચ કર્યું છે.રિસર્ચની માહિતી જિયોલોજિકલ સોસાયટી ઓફ અમેરિકાને આપવામાં આવી છે.
આ સાયન્ટિસ્ટ્‌સે કહ્યું કે, પૃથ્વીની ફરવાની ઝડપમાં ફરક આવી રહ્યો છે. દરરોજ આ ઝડપ કેટલાંક મિલિ-સેકન્ડ્‌સ ઘટી રહી છે, પરંતુ આ ફેરફાર વ્યાપક પ્રમાણમાં અન્ડરગ્રાઉન્ડ એનર્જીને બહાર લાવવામાં મદદ કરી શકે છે.રેબેકા અને રોજરે કહ્યું કે, ગત સદીમાં પાંચ વખત એવું બન્યું જ્યારે રિક્ટર સ્કેલ પર ૭ની તીવ્રતાના ભૂકંપ આવ્યા.દરેક વખતે આ ભૂકંપનો સીધો સંબંધ પૃથ્વીની ફરવાની ઝડપ સાથે હોવાનું સામે આવ્યું છે. જો કે, ઘણીવાર નાના દિવસો થવા પર તેમાં ઘટાડો પણ નોંધાયો છે.આ સાયન્ટિસ્ટ્‌સ અનુસાર, પૃથ્વીના કેન્દ્રસ્થભાગોમાં થતી નાની હિલચાલ પણ ભૂકંપ સાથે સંકળાયેલી હોઇ શકે છે.રેબેકા અને રોજરે કહ્યું કે, મિકેનિઝમ જે પણ હોય પરંતુ ભૂકંપ સાથે સંકળાયેલા ખતરાઓ માટે પાંચ અથવા છ વર્ષ પહેલા એડવાન્સ વોર્નિંગ આપી શકાય છે અને દિવસની લંબાઇ આ અંગે મહત્વનો ભાગ ભજવી શકે છે.જેના આધારે ડિઝાસ્ટર પ્લાનિંગ કરી શકાય છે.બંને સાયન્ટિસ્ટ્‌સે આ રિસર્ચ માટે ૧૯૦૦ પછી આવેલા ૭ કે તેથી વધુ તીવ્રતાવાળા ભૂકંપનો નેચર સમજ્યો.તેમણે કહ્યું કે, ગત પાંચ વર્ષમાં પૃથ્વીની અંદર ઉથલપાથલની ઘટનાઓ વધી છે.જો કે, રિસર્ચમાં સ્પષ્ટ રીતે એ નથી કહેવામાં આવ્યું કે, તેઓ આગામી વર્ષે જે ભૂકંપ આવવાની વાત કરી રહ્યા છે તે કયા વિસ્તારોમાં આવી શકે છે.જો કે, એ જરૂરી છે કે દિવસની લંબાઇ (દિવસ નાનો હોય કે મોટો)માં બદલાવ ભૂમધ્ય રેખાની આસપાસ વધુ જોવામાં આવે છે.

Related posts

કોંગ્રેસનાં વધુ એક કદાવર નેતા આશા પટેલની વિકેટ પડી

aapnugujarat

ગંભીર સમસ્યાઓ વચ્ચે મોદી માટે રાજ કરવું પડકારજનક

aapnugujarat

चलो चले प्रकृति की ओर… 135 करोड पौधे रोपे, वृक्ष महाकुंभ मनाये..!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1