Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પીઓકેમાં પાકિસ્તાન વિરુદ્ધ બળવો : ટેક્સ નહીં ચૂકવવા વેપારીઓનું એલાન

પાકિસ્તાનના કબજા હેઠળનાં કાશ્મીર પીઓકેમાં પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર દેખાવો અને વિરોધપ્રદર્શન યોજવામાં આવ્યાં હતાં. પાકિસ્તાન ભલે પીઓકેને પાંચમું રાજ્ય જાહેર કરવાની ફિરાકમાં હોય, લોકોને તે સ્વીકાર્ય નથી.
શનિવારે ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં વેપારીઓએ ટેક્સ નહીં ભરવાનો નિર્ણય લીધો હતો અને વેપારધંધા બંધ રાખ્યા હતા. પીઓકેના રહીશો અને નાના-મોટા તમામ વેપારીઓએ પાકિસ્તાનની અન્યાયપૂર્ણ ટેક્સ સિસ્ટમનો વિરોધ કર્યો હતો અને મોટી સંખ્યામાં બંધમાં જોડાયા હતા. આને કારણે તમામ આર્થિક વ્યવહારો ઠપ થઈ ગયા હતા.ગિલગિટ અને બાલ્ટિસ્તાનના વેપારીઓનું માનવું છે કે પાકિસ્તાન તેના કબજા હેઠળના વિસ્તારોમાં બિનજરૂરી રીતે વધુ ટેક્સ વસૂલી રહ્યો છે, જ્યારે અહીંનો વિસ્તાર આર્થિક દૃષ્ટિએ હજી ઘણો પાછળ છે. વેપારીઓની આવક પણ ઘણી ઓછી છે. સ્કર્દુમાં દેખાવકારોને સંબોધતાં નેતાએ કહ્યું હતું કે શું તમે તમારા ઘરમાં રાખેલાં ચિકન માટે પણ પાકિસ્તાનને ટેક્સ આપશો? શું તમે દૂધ મેળવવા માટે ઘરમાં પાળેલી ગાય માટે પણ ટેકસ ચૂકવશો?પ્રદર્શનકારી નેતાએ પાકિસ્તાનની ટેક્સવ્યવસ્થાને અન્યાયકારી ગણાવી હતી. જો તમારા પરિવારમાં પાંચથી વધુ સભ્ય હોય તો તમારે ટેક્સ ચૂકવવો પડે છે. અમે આ ટેક્સ ચૂકવવાનું હવે બંધ કરીશું. કરાચી, ક્વેટા, લાહોર તેમજ પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં રહેતા ગિલગિટ અને બાલ્ટિસ્તાનનાં લોકોને હું અપીલ કરું છું કે તેઓ તૈયાર રહે. હવે અમે ઇસ્લામાબાદ ખાતે કૂચ કરીશું. વેપારીઓએ કહ્યું હતું કે મૂળભૂત અધિકાર, સબસિડી કે બંધારણીય અધિકારો વિના ટેક્સમાં વધારો કરાયો છે.

Related posts

Gunman openely fires at municipal centre on Virginia Beach in US

aapnugujarat

ત્રાસવાદીઓ સામે એક્શન લેવા પાક.ને ઇરાનની ચેતવણી

aapnugujarat

પરમાણુ પરીક્ષણ બંધ કરવા તૈયાર થયું ઉત્તર કોરિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1