Aapnu Gujarat
રાષ્ટ્રીય

હાઇપરલૂપ દ્વારા પરિવહન ગતિને વધારવા માટે તૈયારી

દેશભરમાં હાઇપરલૂપ મારફતે પરિવહનની ગતિ વધારવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. એકલાકની અંદર જ ૧૦૦૦ કિલોમીટરના અંતરને કાપી શકાશે. ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં પરિવહન વ્યવસ્થાને પણ ઝડપી ગતિથી દોડાવવાની તૈયારી ચાલી રહી છે. ભારત ઝડપી પરિવહન માટે નવી ટેકનોલોજી ઉપર વિચારણા કરી રહ્યું છે. એવી ટેકનોલોજી જે વિમાની યાત્રા કરતા પણ વધુ ઝડપી રહેશે અને ભાડા પણ ઓછા રહેશે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક દ્વારા વર્જિન હાઈપરલૂપ વનની સાથે સમજૂતી કરવામાં આવી છે. જેનાથી આ રાજ્યોમાં હાઈપરલૂપ ડેવલપ કરવાની શક્યતા ચકાસવામાં આવશે. વર્જિન હાઈપરલૂપ વનને રિચર્ડ બ્રેસનન ફંડ આપી રહ્યા છે. તેઓ વર્જિન ગ્રુપના સ્થાપક તરીકે છે. વર્જિન હાઈપરલૂપ દ્વારા દાવો કરાયો છે કે તેના દ્વારા મેવાડાના રણ વિસ્તારમાં હાઈપરલૂપ સિસ્ટમની ટેસ્ટિંગ પ્રક્રિયા કરી છે. સામાન્યરીતે હાઈપરલૂપ કોન્સેપ્ટ ટેક અબજોપતિ એલન માસ્કનો છે પરંતુ હવે અનેક સ્ટાર્ટઅપ આધારિત પરિવહન વ્યવસ્થા વિકસિત કરવામાં આવી રહી છે. હાલમાં નવી મુંબઈથી પુણે માર્ગ મારફતે પહોંચવામાં ત્રણ કલાકનો સમય લાગે છે. હાઈપરલૂપથી આ યાત્રા માત્ર ૧૪ મિનિટની થઇ જશે. આવી જ રીતે અમરાવતીથી વિજયવાડા પહોંચવામાં પાંચ મિનિટ લાગશે. વીએચઓના ઉપપ્રમુખનું કહેવું છે કે, નવી મુંબઈથી પુણે વચ્ચે ૧૦૦ કિલોમીટરના હાઈપરલૂપ તૈયાર કરવામાં આશરે ૨૬૦૦૦ કરોડ ખર્ચ થશે. તે અન્ડરગ્રાઉન્ડ મેટ્રોથી ઓછી કિંમત છે. હાઈપરલૂપ લાઈનનો અને અન્ડરગ્રાઉન્ડમાં બનશે. આના માટે ભૂમિ અધિગ્રહણની પણ ઓછી જગ્યા રહેશે. હાઈપરલૂપ બનાવવામાં ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે તો એક કિમીમાં ૨૬૦ કરોડનો ખર્ચ છે જે મેટ્રોની એલિવેટેડ લાઈનથી ઓછો છે. એક કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ મેટ્રો કોરિડોર તૈયાર કરવામાં ૭૫૦ કરોડ ખર્ચ થાય છે. હાલમાં વર્જિન હાઈપરલૂપ વન દ્વારા યુએઇ, અમેરિકા, ફિનલેન્ડ, કેનેડા અને નેધરલેન્ડમાં પ્રોજેક્ટ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. આ યોજના સફળ રહેશે તો પરિવહનના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ આવશે.

 

Related posts

વિશ્વના ટોપ-૨૦ અમીરોની યાદીમાં ગૌતમ અદાણીની એન્ટ્રી

editor

Election for TN’s Vellore Lok Sabha constituency will now be on August 5

aapnugujarat

दिल्ली की पूर्व मुख्यमंत्री शीला दीक्षित का निधन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1