Aapnu Gujarat
ગુજરાત

ભાજપના અધ્યક્ષ અમિત શાહની નવસારીમાં કાર્યકરો સાથે બેઠક, ચૂંટણી જીતવા આપ્યો મંત્ર

રાજ્યના પ્રવાસે આવેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે આજે રાજ્યના અલગ અલગ સ્થળોની મુલાકાત લીધી હતી. અમિત શાહે નવસારી, ગોધરામાં પક્ષના કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. તેમણે કાર્યકરો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરી તથા ચૂંટણી જીતવા હાકલ કરી હતી. રાજ્યમાં ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નવસારીની મુલાકાતે આવ્યાં છે. અહીં અમિત શાહે વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાના હોદેદારો અને કાર્યકરો સાથે બેઠક કરી.
આ બેઠકમાં અમિત શાહે ચૂંટણીલક્ષી ચર્ચા કરી. ચૂંટણી જીતવાનો મંત્ર પણ આપ્યો હતો.ગુજરાતના પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નવસારીમાં જૈન દેરાસરની મુલાકાત લીધી છે. દેરાસરમાં અમિત શાહે જૈન મુનિ અભય સૂરીશ્વર મહારાજના આશિર્વાદ લીધા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગોધરાની મુલાકાતે આવી પહોંચ્યા છે. ગોધરામાં અમિત શાહે દાહોદ અને પંચમહાલના કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. બેઠકમાં અમિત શાહે તમામ કાર્યકરોને ચૂંટણી પ્રચાર માટે કમર કસવા હાંકલ કરી હતી. જો કે, ગોધરામાં અમિત શાહે મીડિયા સાથે વાત-ચીત કરવાનું ટાળ્યું હતું.

Related posts

કોરોનાએ ફરીવાર દહેશત ફેલાવતાં હવે લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે દોડાદોડ

aapnugujarat

૫૦૦૦ કરોડની ઉપજો ટેકાના ભાવે લેવાઈ : રૂપાણી

aapnugujarat

રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની શરૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1