Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શાહજાદા બાદ ભાજપની નવી પેશકશ ‘અજિત શૌર્ય ગાથા’ : રાહુલ ગાંધી

એક ન્યૂઝ વેબસાઈટના ખુલાસા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્રને લઈને આક્ષેપો કરતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને બીજી તક મળી છે. હવે રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલના પુત્ર શૌર્ય ડોવાલને નિશાને લીધા છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને એક વેબસાઈટની ખબર શેર કરી છે. જેમાં અજિત ડોવાલના પુત્રને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટમાં લખ્યું છે કે શાહ-જાદાની અપાર સફળતા બાદ ભાજપની નવી પેશકશ- અજિત શૌર્ય ગાથા. રાહુલ ગાંધીએ આ ખબર શેર કરી છે. જેમાં એનએસએ અજિત ડોવાલના પુત્ર શૌર્ય ડોવાલની સંસ્થા ઈન્ડિયા ફાઉન્ડેશનમાં મોદી સરકારના પ્રધાનો સંકળાયેલા હોવાના અને ફાઉન્ડેશનને દેશ-વિદેશની કંપનીઓ દ્વારા ફાયદો કરાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વેબસાઈટે તેની ખબરમાં દાવો કર્યો છે કે શૌર્ય ડોવાલની સંસ્થા ૨૦૧૪ પહેલા કેરલમાં બળજબરીથી ધર્મ પરિવર્તન જેવા મુદ્દા પર ગ્રાફિક્સ ડિઝાઈનનું કામ કરતી હતી. રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ સંસ્થા ૨૦૦૯માં કામ કરતી હતી. પરંતુ ૨૦૧૪ બાદ સંસ્થાની ગતિવિધિઓમાં ભારે તેજી આવી. અને બહુ મોટી તરક્કી કરી છે. ૨૦૧૪ બાદ સંસ્થાના ગ્રાફમાં આવેલી વૃદ્ધિને લઈને વેબસાઈટની ખબરને લઈને સવાલો ઉઠ્યા છે.

Related posts

ગોવામાં એમજીપીનાં બે સભ્યો ભાજપમાં જોડાયા

aapnugujarat

આજે ભાજપની પેનલનાં સભ્યો રાષ્ટ્રપતિ ચૂંટણી મામલે સોનિયા ગાંધી સાથે બેઠક કરશે

aapnugujarat

પ્રિયંકા ગાંધીની કોંગ્રેસી કાર્યકરો સાથે બેઠક થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1