Aapnu Gujarat
રમતગમત

૧૬ વર્ષની છોકરીએ વન ડે મેચમાં ફટકારી બેવડી સદી

મુંબઇની જેમીમા રોડ્રિગેજે અન્ડર-૧૯ વન ડે મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ૧૬૩ બોલમાં ૨૦૨ રનની ઇનિંગ્સ રમીને ઇતિહાસ રચ્યો હતો.૧૬ વર્ષિય જેમીમા ઔંરગાબાદમાં સૌરાષ્ટ્ર સામે ૫૦ ઓવરની ઘરેલુ મેચમાં મુંબઇનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. માત્ર ૧૩ વર્ષની વયે અન્ડર-૧૯ ટીમમાં પ્રથમ વખત જગ્યા બનાવનાર જેમીમાએ આ ટૂર્નામેન્ટમાં બેવડી સદી ફટકારી હતી. તેની આ સદીની મદદથી મુંબઇએ ૫૦ ઓવરમાં બે વિકેટ ગુમાવી ૩૪૭ રન બનાવ્યા હતા. અન્ડર-૧૯ સુપર લીગ મેચોમાં તેની એવરેજ ૩૦૦થી ઉપર છે. જેમીમા અન્ડર-૧૭ હૉકીમાં પણ મુંબઇનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.

Related posts

ઈન્સ્ટા પર એક પોસ્ટ માટે ૧૧.૪૫ કરોડના ચાર્જની વાત વિરાટે ફગાવી

aapnugujarat

૧૦ લાખ રૂપિયા માટે હું આવું શું કામ કરું : શ્રીસંત

editor

एशिया कप पर फैसला टला

editor

Leave a Comment

UA-96247877-1