Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાના ડલાસ શહેરમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી

આજે અમેરિકાનો સૌથી મોટો અને ભવ્ય દિવાળી મેળો યોજાઈ રહ્યો છે કેમ કે દિવાળી વખતે મેળાના સ્થળે સ્ટેટ ફેર ચાલી રહ્યો હતો. એક પરિવારની દિવાળી પાર્ટી તરીકે શરૂ થયેલા આ મેળાને ડેલાસ અને તેની આસપાસ રહેનાર ભારતીય પરિવારો પર ઉંડી અસર થઈ છે.ટેક્સાસનું સ્ટેટ ફેર પૂરા થયે બે અઠવાડિયા વીતી ચૂક્યા છે પરંતુ ડેલાસના આ મેદાનમાં થયેલા ઓરેસો અને ફનેલ કેકની સુગંધ હજુ સુધી વાતાવરણમાં છે. આ જગ્યાએ આજે ૬૦૦૦૦ ભારતીય અમેરિકામાં દિવાળી મનાવવા માટે એકત્ર થયા છે.સ્ટેટ ફેરની જેમ આ વાર્ષિક ઉત્સવને પણ ડેલાસ ફોર્ટ વર્થ દિવાળી મેળો કહેવામાં આવે છે. ખાણી-પીણી અને આનંદ મનાવવા માટે પ્રખ્યાત છે. કોટન બાઉલની આસપાસ યોજાનાર આ વાર્ષિક આયોજન દિવાળીનું સૌથી મોટુ અને ભવ્ય આયોજન છે.

Related posts

भारत-चीन सुलझा लेंगे सीमा विवाद, ट्रंप ने फिर दोहराई मदद की बात

editor

અમેરિકા પાસે ૯/૧૧ના હુમલા અંગે કોઈ પુરાવો નથી : તાલિબાન

editor

ચીનમાં ઉઈગર મુસલમાનોની હાલત ખરાબ

editor

Leave a Comment

UA-96247877-1