Aapnu Gujarat
રમતગમત

મહિલા હોકી એશિયા કપઃ ભારતે ચીનને ૫-૪થી હરાવી જીત્યો ખિતાબ

ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. ફાઇનલમાં ભારતે ચીનને હરાવ્યુ હતું. અંતિમ સમય સુધી મુકાબલો ૧-૧ની બરાબરી પર રહ્યો હતો. જે બાદ વિનરનો નિર્ણય શૂટઆઉટથી થયો હતો. જેમાં ભારતીય ટીમે ચીનને ૫-૪થી હરાવ્યુ હતું. આ જીત સાથે જ ભારતીય ટીમે વર્લ્ડકપ માટે પણ ક્વોલિફાય કરી લીધુ છે.ભારતીય મહિલા ટીમે આ ખિતાબ બીજી વખત જીત્યો છે. આ પહેલા ભારતીય મહિલા ટીમે ૨૦૦૪માં જાપાનને હરાવી પ્રથમ વખત આ ખિતાબ જીત્યો હતો, જ્યારે ૧૯૯૯ અને ૨૦૦૯માં તે રનર્સઅપ રહી હતી.ભારતીય મહિલાઓએ શુક્રવારે ગત વખતની ચેમ્પિયન જાપાનને ૪-૨થી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે ચીનની ટીમ સાઉથ કોરિયાને હરાવી ફાઇનલમાં પહોચી હતી.બન્ને હાફમાં મુકાબલો બરાબરી પર રહ્યાં બાદ નિર્ણય શૂટ આઉટથી થયો હતો. બન્ને ટીમે ૪-૪ ગોલ કર્યા હતા. તે બાદ ભારત તરફથી રાનીએ વિજયી ગોલ ફટકાર્યો હતો. બીજી તરફ ચીનની ખેલાડી ગોલ ફટકારવાની તક ચુકી ગઇ હતી. તે બાદ ભારત ૫-૪થી આ ફાઇનલ જીતી ગયુ હતું.ફાઇનલ મેચમાં ફર્સ્ટ ક્લાસમાં નવજોત કૌરે ૨૫મી મિનિટમાં ચીન પર ગોલ ફટકારી ભારતને લીડ અપાવી હતી. તે બાદ ચીનની પ્લેયર ટિયાનટિયાન લુઓએ ૪૭મી મિનિટમાં ગોલ ફટકારી મેચ બરાબરી પર લાવી દીધી હતી. બન્ને ટીમે મેચ પૂર્ણ થયા બાદ ૧-૧ની બરાબરી પર રહી હતી.આ ટૂર્નામેન્ટને જીતવાની સાથે ટીમ ઇન્ડિયાએ આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરી લીધુ છે.ભારતીય ટીમ ચોથી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું હતું. ૧૯૯૯માં દક્ષિણ કોરિયા સામે ૨-૩થી હાર થઈ હતી. જ્યારે ૨૦૦૪માં ભારત વિજેતા બન્યું હતું. ૨૦૦૯માં બેંગકોકમાં આયોજિત ટુર્નામેન્ટમાં ચીને ભારતને ૫-૩થી હાર આપી હતી.

 

Related posts

क्रिकेट मेरी जिंदगी है जल्द करूंगा मजबूत वापसी : पृथ्वी शॉ

aapnugujarat

ICC तय करेगी कि पिच सही थी या नहीं : रूट

editor

સલ્લાહ, નેમાર અને મેસ્સીનો વર્લ્ડકપમાં હજુ સુધી ફ્લોપશો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1