Aapnu Gujarat
બિઝનેસ

ડેબ્ટ માર્કેટમાં કુલ ૧૬૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવાયા

બે મહિના સુધી સતત વેચવાલી હાથ ધર્યા બાદ વિદેશી રોકાણકારોહવે ફરી ખરીદારોમાં ફેરવાઇ ગયા છે. ઓક્ટોબર મહિનામાં સ્ટોકમાં વિદેશી રોકાણકારો દ્વારા ૩૦૦૦ કરોડથી વધુ નાણાં ઠાલવી દેવામા ંઆવ્યા છે. બેંકોની સ્થિતીને મજબુત કરવા માટે સરકારે ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. નવેસરના આંકડા દર્શાવે છે કે છેલ્લા બે મહિનામાં (ઓગષ્ટ અને સપ્ટેમ્બર) સ્ટોક માર્કેટમાંથી ૨૪૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા બાદ હવે લેવાલી જોવા મળી છે. તે પહેલા એફપીઆઇ દ્વારા છેલ્લા મહિનામાં ઇક્વિટીમાં ૩૦૫૫ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી ઉપરાંત વિદેશી રોકાણકારો દ્વારા ડેબ્ટ માર્કેટમાં ૧૬૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વિશ્વના અહેવાલ અને ૨૪મી ઓક્ટોબરના દિવસે નાણાંપ્રધાન અરૂણ જેટલી દ્વારા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ સ્થિતી વધારે આશાસ્પદ દેખાઇ રહી છે. ગયા મહિને મૂડી માર્કેટમાંથી ૧૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી-ઓગસ્ટના તે પહેલાના છ મહિનામાં એફપીઆઈ દ્વારા ૧.૭૮ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. છેલ્લા આઠ મહિનાના ગાળા દરમિયાન નેટ ઇન્ફ્લોનો આંકડો ૧.૪ લાખ કરોડ રહ્યો છે. તે પહેલા તેમના દ્વારા ૨૩૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. બજાજ કેપિટલના સીઈઓ રાહુલ પારેખે કહ્યું છે કે, વિદેશી રોકાણકારોએ ડેબ્ટ માર્કેટમાં વધારે વિશ્વાસ જાળવી રાખ્યો છે. વાસ્તવિક વ્યાજદરની સ્થિતિ હકારાત્મક રહી છે. સાથે સાથે કરન્સીમાં ઉથલપાથલ પણ ઓછી જોવા મળી છે. આની સીધી અસર વિદેશી મૂડીરોકાણ ઉપર થઇ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ડિયન બોન્ડમાં લિમિટને વધારવા માટેના કારણો દેખાઈ રહ્યા છે. મૂડી માર્કેટમાં સેબી દ્વારા હાલમાં જ લેવામાં આવેલા પગલાની સીધી અસર એફપીઆઈ ઉપર નોંધાઈ છે. ઇન્ડિયન્સ સિક્યુરિટીમાં તેમની મર્યાદા રાખનાર અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરનાર વિદેશી રોકાણકારો હવે ડેબ્ટ માર્કેટમાં વધારે નાણા રોકી રહ્યા છે. આ સંદર્ભમાં ઇક્વિટી પ્રવાહની સ્થિતિ યથાવત રહી છે. કોટક મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયો મેનેજર અંસુલ સહગલે કહ્યું છે કે, એફપીઆઈ દ્વારા લેવામાં આવી રહેલા પગલાના પરિણામ સ્વરુપે શેરબજારમાં પણ આગામી દિવસોમાં તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. એફપીઆઈ દ્વારા ભારત ઉપરાંત ચીન જેવા અન્ય દેશો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. ચીનમાં વેલ્યુએશન સરખામણીની દ્રષ્ટિએ વધારે આકર્ષક હોવાના આંકડા પહેલાથી જ જારી કરવામાં આવી ચુક્યા છે. શેરબજારમાં હાલમાં જુદા જુદા પરિબળોની સીધી અસર જોવા મળી રહી છે. શેરબજારમાં સ્થિતિને સાનુકુળ બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ભારત સરકારના સિક્યુરિટી અને કોર્પોરેટ બોન્ડમાં લિમિટ વધારવામાં આવ્યા બાદ એફપીઆઈ ઉત્સાહિત છે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૫૨૮ પોઇન્ટનો સુધારો થયો હતો. આવી જ રીતે નિફ્ટીમાં ૧૨૯ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો.

Related posts

વ્યક્તિગત કરદાતા માટે રિટર્ન ફાઈલ કરવાની મુદત લંબાવાઈ

editor

અમેરિકા ઇબી-૫ રોકાણ વીઝા ખતમ કરવાની તૈયાર

aapnugujarat

40 हजार से नीचे उतरा सोना, चांदी भी 450 रुपए टूटी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1