Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકીની ૮ની મૂડી ૮૬,૯૩૨ કરોડ વધી

છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોપની૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મુડીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. તેમની માર્કેટ મુડીમાં સંયુક્ત રીતે ૮૬૯૩૨.૪૧ કરોડનો વધારો થયો છે. ભારતી એરટેલની માર્કેટ મુડીમાં આ ગાળા દરમિયાન સૌથી જંગી વધારો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન જે કંપનીઓની માર્કેટ મુડીમાં વધારો થયો છે તેમાં ટીસીએસ, એચડીએફસી, એચડીેફસી બેંક, એસબીાઇ, મારૂતિ સુઝુકી, ઓએનજીસી અને એરટેલનો સમાવેશ થાય છે. આવી જ રીતે છેલ્લા સપ્તાહમાં બે કંપનીઓની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે. આઇટીસી અને એચયુએલની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે. ટોપ ટેનમાં એન્ટ્રી કરનાર ભારતી એરટેલની માર્કેટ મુડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા કારોબાર દરમિયાન ૨૨૪૮૬.૨૫ કરોડનો વધારો થયો હતો. જેથી તેની માર્કેટ મુડી વધીને ૨૧૬૩૯૯.૨૫ કરોડ સુધી થઇ ગઇ હતી. આવી જ રીતે એચડીએફસીની માર્કેટ મુડીમાં ૧૨૩૩૮.૦૬ કરોડનો વધારો થયો હતો. જેથી તેની માર્કેટ મુડી વધીને ૨૮૩૧૮૫.૧૫ કરોડ થઇ ગઇ હતી. એસબીઆઇની માર્કેટ મુડીમાં છેલ્લા સપ્તાહમા ૧૨૧૨૮.૦૩ કરોડનો વધારો થતા તેની માર્કેટ મુડી વધીને હવે ૨૮૦૫૪૧.૬૪ કરોડ થઇ ગઇ છે. આરઆઇએલની માર્કેટ મુડી ૧૦૨૫૩.૬૨ કરોડ વધી ગઇ છે. જેથી તેની મુડી હવે ૫૯૮૮૫૪.૬૭ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મુડીમાં ૧૦૨૩૪.૫૩ કરોડનો વધારો થયો છે. આની સાથે જ તેની મુડી હવે ૪૭૩૫૭૦.૯૬ કરોડ થઇ ગઇ છે. ઓએનજીસીની માર્કેટ મુડી ૧૦૦૦૯.૯૩ કરોડ વધીને ૨૪૫૫૬૩.૯૬ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે ટીસીએસની માર્કેટ મુડી પણ વધી છે. તેની મુડી ૬૪૧૨.૮૬ કરોડ વધીને ૫૦૦૧૪ કરોડ સુધી પહોંચી ગઇ છે. આ ગાળા દરમિયાન બે કંપનીઓની માર્કેટ મુડીમાં ઘટાડો પણ થયો છે. જેમાં આઇટીસીની માર્કેટ મુડીમાં ૪૭૬૩.૦૨ કરોડનો ઘટાડો થતા તેની મુડી હવે ૩૨૩૪૦૩.૫૦ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડના માર્કેટ મુડીમાં ૪૧૭૭.૪૫ કરોડનો ઘટાડો થતા તેની મુડી ઘટીને ૨૬૭૯૮૪.૦૯ કરોડ થઇ ગઇ છે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૫૨૮ પોઇન્ટનો સુધારો થયો હતો. આવી જ રીતે નિફ્ટીમાં ૧૨૯ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો.

Related posts

જેટ હવે રૂપિયા ૧૧૬૫માં ૩૭ સ્થળની યાત્રા કરાવશે

aapnugujarat

વડાપ્રધાન મોદીના હસ્તે બનાસકાંઠામાં બનાસ ડેરી સંકુલનુ લોકાર્પણ

aapnugujarat

ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1