Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ન્યૂયોર્ક હુમલા પછી વિઝા કાર્યક્રમ બંધ કરવા ટ્રમ્પની ગર્જના

ન્યૂયોર્ક સિટીમાં આઠ જણાનો ભોગ લેનારા ટ્રક હુમલા પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કડક ઈમિગ્રેશન કાયદાની હિમાયત કરી છે. ટ્રમ્પે આ સાથે ઉઝબેકિસ્તાનના શકમંદ અમેરિકામાં ઘૂસી ગયો છે તેવો વીઝા કાર્યક્રમ પર પડદો પાડી દેવાની પણ કોંગ્રેસને તાકીદ કરી છે. તેમણે ઉઝબેક નાગરિક અને ટ્રક હુમલાના આરોપી સૈફુલોને ગુઆંતાનામો બે મોકલી દેવાની પણ ગર્જના કરી છે.ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ આરોપીને ગુઆંતાનામો બેની જેલમાં મોકલી દેવા વિચારણા કરશે. ઉલ્લેખનીય કે ૨૦૦૮થી ગુઆંતાનામો જેલમાં એકેય આરોપીને મોકલાયો નથી. ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરીમાં પ્રમુખપદનો હોદ્દો ધારણ કર્યા પછી કાયદેસરના ઈમિગ્રેશનને મર્યાદીત કરવા તથા મોટી સંખ્યામાં ગેરકાયદેસર રહેતા વિદેશીઓને હાંકી કાઢવાની જોરદાર હિમાયત કરી હતી.  હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ડાયર્સિટી વીઝા કાર્યક્રમ હેઠળ સૈફુલો ૨૦૧૦માં અમેરિકા આવ્યો હતો. જે દેશમાંથી ઈમેગ્રેશનનું પ્રમાણ સૌથી ઓછું હોય છે તે દેશના લોકોને આ વીઝા આપવામાં આવે છે.પોલીસની ગોળીથી ઘવાયેલા સૈફુલોએ હોસ્પિટલની પથારીએથી જણાવ્યું હતું કે તેણે જે કાંઈ કર્યું છે તેનાથી તેને સારુ લાગે છે. તેને વ્હીલચેરમાં કોર્ટમાં રજૂ કરાયો હતો. સૈફુલોને મોતની સજા થઈ શકે છે.

Related posts

પાકિસ્તાન ભયભીત : સરહદ પર ચીની મિસાઇલો ગોઠવી દીધી

aapnugujarat

Pakistan is a hub of terrorism, spreading lies on Kashmir : India to UN

aapnugujarat

NASA ने मंगल पर रोवर की कराई ऐतिहासिक लैंडिंग

editor

Leave a Comment

UA-96247877-1