Aapnu Gujarat
ગુજરાત

મેટ્રો પ્રોજેકટ માટે નવજીવન પ્રેસ પાસે ૪૦૦ વૃક્ષો કપાયા

અમદાવાદ શહેરના આશ્રમરોડ વિસ્તારમાં આવેલા નવજીવન પ્રેસ પાસે મેટ્રો રેલ પ્રોજેકેટને પસાર કરવા માટે થઈને છેલ્લા ત્રણ દિવસમાં કુલ મળીને ૪૦૦ વૃક્ષો કાપી નાંખવામા આવતા પર્યાવરણપ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાવા પામ્યો છે.સત્તાવાર સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં કુલ ૨૧૯૮ જેટલા વૃક્ષો કાપવાની મંજુરી આપવામા આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મેટ્રો રેલ દોડાવવા માટે હાલ પુર ઝડપથી કાર્યવાહી મેટ્રો રેલ પ્રોજેકટ દ્વારા હાથ ધરવામા આવી છે.બીજી તરફ પશ્ચિમ અમદાવાદના નવજીવન પ્રેસ પાસે છેલ્લા ત્રણ દિવસની અંદર કુલ મળીને ૪૦૦ જેટલા વૃક્ષો કાપી નાંખવામા આવતા આસપાસના વિસ્તારોમા વસતા રહીશો ઉપરાંત પર્યાવરણપ્રેમીઓમાં પણ ભારે રોષ ઉભો થવા પામ્યો છે.અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મહત્વાકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેકટ માટે નોર્થ-સાઉથ કોરિડોરમાં એપીએમસી વાસણાથી મોટેરા સુધી અને વેસ્ટ-ઈસ્ટમા થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે.અમદાવાદ શહેરના પૂર્વના વસ્ત્રાલ અને અમરાઈવાડી જેવા વિસ્તારોમા મેટ્રોની કામગીરીને કારણે અનેક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની મુખ્ય લાઈનો તુટી જવાના કારણે લાખ્ખો લિટર પાણી વેડફાઈ જવા પામ્યુ છે.આટલુ ઓછુ હોય એમ અમદાવાદના નવજીવન પ્રેસ પાસેથી મેટ્રોને પસાર કરવા માટે તંત્ર તરફથી છેલ્લા ત્રણ દિવસથી લીલાછમ વૃક્ષો કાપવામા આવી રહ્યા છે.મ્યુનિસિપલ સૂત્રોના કહેવા અનુસાર છેલ્લા ત્રણ દિવસમા ૪૦૦ જેટલા વૃક્ષો કાપવામા આવ્યા છે અને હજુ વધુ વૃક્ષો કાપવામા ્‌વશે.મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞેશ પટેલની મળેલી પ્રતિક્રીયા અનુસાર,અમદાવાદ શહેરના વિવિધ ભાગોમાથી મેટ્રોને પસાર કરવા માટે કુલ મળીને ૨૧૯૮ વૃક્ષોને કાપવાની મંજુરી તંત્ર તરફથી આપવામા આવી છે.૨૦૦ જેટલા પ્લાન્ટ નવા વાડજમા અને ૨૪ પ્લાન્ટ યુનિવર્સિટી ગ્રાઉન્ડમા રોપવામા આવ્યા હોવાનો તેમણે દાવો કર્યો છે.અમદાવાદ શહેરમા છેલ્લા વીસ વર્ષમા ટ્રી કવર ૪૬ ટકાથી ઘટીને ૨૪ ટકા થયુ હોવાનુ ઈન્ડિયન ઈન્સ્ટિીટયુટ ઓફ સાયન્સ બેંગ્લોરના સ્ટડી રિપોર્ટમા કહેવામા આવ્યુ છે. અમદાવાદ શહેરમા છેલ્લા ૧૦ થી પણ વધુના વર્ષના સમયગાળામા શહેરનો બિલ્ટઅપ એરીયા ૧૩૨ ટકા જેટલો વધવા પામ્યો છે જ્યારે વર્ષ-૨૦૧૦ મુજબ શહેરમા હેકટર દીઠ ૨૮૨ અને કુલ મળીને ૬.૧૮ લાખ વૃક્ષો હતા આ સંખ્યામા બીઆરટીએસ,મેટ્રો રેલ પ્રોજેકટ વગેરેને કારણે અમદાવાદનુ ગ્રીન કવર ઘટીને હવે માત્ર ૪.૬૬ ટકા જેટલુ રહી જવા પામ્યુ હોવાનુ સર્વેમા કહેવામા આવ્યુ છે.

Related posts

દિયોદર તાલુક કિસાન એકતા સમિતિએ મામલતદારને આવેદનપત્ર સોંપ્યુ

aapnugujarat

સાબરમતી નદીથી હત્યા કરી ફેંકાયેલ લાશ મળતા ચકચાર

aapnugujarat

CM lays foundation stone of water supply scheme worth Rs. 287 crores for Mehsana

editor

Leave a Comment

UA-96247877-1