Aapnu Gujarat
બિઝનેસ

MF દ્વારા ઇક્વિટીમાં ૧૨ અબજ ડોલરનું મૂડીરોકાણ

ડોમેસ્ટિક ઇક્વિટીમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મૂડીરોકાણનો આંકડો એપ્રિલ-સપ્ટેમ્બરના ગાળામાં ૧૨ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. રિટેલ ઇન્વેસ્ટરને લઇને નવા ઉત્સાહની સીધી ્‌સર મ્યુચ્યુઅલ ફંડ ઉપર થઇ છે. એફપીઆઈ રોકાણની અસર પણ જોવા મળી રહી છે. વધુમાં ફંડ હાઉસ વર્તમાન નાણાંકીય વર્ષના બાકીના ગાળાને લઇને શેરબજારમાં રોકાણને લઇને પણ આશાવાદી છે.
નવેસરના ડેટા મુજબ ફંડ મેનેજરો દ્વારા હાલમાં વર્તમાન નાણાંકીય વર્ષમાં પ્રથમ છ મહિના દરમિયાન ૭૬૯૦૬ કરોડ રૂપિયાના શેર ખરીદી લેવામાં આવ્યા છે. જ્યારે વિદેશી મૂડીરોકાણકારો દ્વારા આ ગાળા દરમિયાન ઇક્વિટીમાં ૫૨૭૮ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ફંડ મેનેજરો દ્વારા જંગી શેર ખરીદવા માટે હકારાત્મક પરિબળો જવાબદાર દેખાઈ રહ્યા છે. રિસર્ચ સાથે જોડાયેલા નિષ્ણાત હિમાંશુ શ્રીવાસ્તવનું કહેવું છે કે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો માર્કેટમાં નેટ ખરીદદારો તરીકે ઉભરી આવ્યા છે જ્યારે એફપીઆઈ દ્વારા માર્કેટની સ્થિરતાનો લાભ લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઇક્વિટીમાં મૂડીરોકાણને લઇને ભારતીય રોકાણકારો પણ આશાવાદી બનેલા છે. છેલ્લા બે મહિનાના ગાળા દરમિયાન એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ફંડ મેનેજરો વ્યાપક લેવાલીમાં ભાગ લીધો છે. ભારતીય ઇક્વિટી માર્કેટમાં વિદેશી રોકાણકારો દ્વારા નાણા પાછા ખેંચી લેવાનો મતલબ ફંડ મેનેજરોને વધુ તક આપવાનો રહ્યો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિન્ના દરમિયાન ફંડ મેનેજરોએ એકબાજુ ઉત્સાહ દર્શાવ્યો છે જ્યારે બીજી બાજુ એફપીઆઈ દ્વારા ઇક્વિટીમાંથી ૨૪૦૦૦ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને લઇને સેબીએ વધુ ઉદાસીન વલણને દૂર કરવાના પ્રયાસ હાલમાં કર્યા છે. મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આઈપીઓ, બોન્ડ સહિત શેર ખરીદવા અને મૂડીરોકાણકારો પાસેથી નાણા એકત્રિત કરવામાં આવે છે.

Related posts

छह कोयला खदान आबंटन प्रक्रिया में : सरकार

aapnugujarat

कैट का प्रतिनिधिमंडल कपड़ा मंत्री स्मृति ईरानी से मिला

aapnugujarat

Sensex down by 229.02, Nifty closes at 11840.45

aapnugujarat

Leave a Comment

UA-96247877-1