Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ ખાતે મતદાન અધિકાર ધરાવતા દિવ્યાંગ મતદાતાઓની શિબીર યોજાઇ

એક પણ મતદાર આવનાર ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુટણીમાં મતદાન કરવાથી વંચીત ન રહી જાય તેની અત્યાર થી જ ચુટણી પંચ સહિત વિવિધ સરકારી વિભાગો દ્વારા સતત ચિંતા કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચુટણી જાહેર થાય તે પહેલા જ વિવિધ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરી છે. તો બીજી બાજુ સોશીયલ મીડિયામા પણ પ્રચાર કાર્ય ધમધમી રહ્યુ છે. ચુટણીપંચ તથા વિવિધ સરકારી વિભાગો દ્વારા ગુજરાત રાજ્યના મતદારોને જાગૃત કરવાના ઉદેશ્યથી મતદાર જાગૃતી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.

અમદાવાદ જિલ્લા કલેકટર અવન્તિકાસિંઘની સુચના અનુસાર અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવને અમદાવાદ જિલ્લાના દિવ્યાંગ મતદારો તેમના અધિકારનો ઉપયોગ કરે અને અવશ્ય મતદાન કરે અને મતદાનના અધિકારથી વંચીત ન રહી જાય તે માટેની કામગીરી માટે નોડલ ઓફિસર તરીકે નીયુકત કર્યા છે ત્યારે અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવના માર્ગદર્શન મુજબ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે મતદાન અધિકાર ધરાવતા દિવ્યાંગ મતદાતાઓની શિબીર યોજવામા આવી હતી. જેમાં વિરમગામ તાલુકાના વિવિધ ગામોમાંથી ૮૦થી વધુ દિવ્યાંગ મતદાતા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, કે.એમ.મકવાણા, ગૌરીબેન મકવાણા, નીલકંઠ વાસુકિયા સહિત મોટી સંખ્યામાં વિરમગામ તાલુકાના દિવ્યાંગ મતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ ઉપસ્થિત દિવ્યાંગ મતદારોને જણાવ્યું હતું કે, મતદાનએ આપણી પવિત્ર ફરજ છે અને દરેક નાગરીકનો હક છે. પાંચ વર્ષે આવતા લોકશાહીના મહાપર્વમાં દિવ્યાંગ ભાઇઓએ કોઇ પણ પ્રકારના લોભ, લાલચ, બીક રાખ્યા વગર ૧૦૦ ટકા મતદાન કરવુ જોઇએ. વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લાના દિવ્યાંગ મતદારો તેમના અધિકારોનો ઉપયોગ કરે અને અવશ્ય મતદાન કરે. કોઇ પણ દિવ્યાંગ મતદાનના અધિકારથી વંચિત ન રહે તે માટે જનજાગૃતિ ઉભી કરવા માટે દિવ્યાંગ મતદાતા જાગૃતિ અભિયાન તેમજ લોકશાહીના મહત્વની સમજણ આપવાનું મહાઅભિયાન આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહ્યુ છે.
રિપોર્ટર :- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

 

Related posts

નર્મદાનું પાણી પીવાલાયક : બાવળિયા

aapnugujarat

યુવાનોએ આધુનિક ખેતપધ્ધતિ અપનાવી ખેતીકામમાં રૂચી લેવાનો અનુરોધ કરતા સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા

aapnugujarat

सप्ताह में एक कैप्सूल खाने से हो सकेगा HIV इलाज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1