Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ડોનાલ્ડ ટ્ર્‌મ્પની પુત્રી ઇવાન્કા ભારત આવવા માટે સુસજ્જ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને સલાહકાર ઇવાન્કા ટ્ર્‌મપ નવેમ્બર માસમાં ભારત આવવા માટે ઉત્સુક છે. ઇવાન્કા ગ્લોબલ સમિટમાં સામેલ થવા આવી રહી છે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેનાર છે. ઇવાન્કા નવેમ્બર મહિનાના અંત સુધીમાં ભારત પહોંચી શકે છે. તે હૈદરાબાદમાં પહોંચનાર છે. ભારતમાં આઠમી વખત સમિટનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જુન મહિનામાં નરન્દ્ર મોદી અમેરિકાની ઐતિહાસિક યાત્રા પર પહોંચ્યા હતા. એ વખતે ઇવાન્કાને ભારત આવવા માટે મોદીએ આમંત્રણ આપ્યુ હતુ. ઇવાન્કાએ પણ એ વખતે આમંત્રણ આપવા બદલ મોદીનો આભાર માન્યો હતો. જીઇસીની શરૂઆત વર્ષ ૨૦૧૦માં પૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષે આઠમી બેઠક છે. મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન આ કાર્યક્રમનુ આયોજન કરવાની તક મળી હતી. આના કારણે એચ-૧બી વીઝાના મામલે ભારતન ફાયદો થઇ શકે છે. અમેરિકા તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં કારોબારને મજબુત કરવા માટે સમિટ ઉપયોગી સાબિત થઇ શકે છે. નવેમ્બર માસમાં તેમની યાત્રાની રાહ જોવામાં આવી રહીછે. ઇવાન્કાની ભારત યાત્રાથી ટ્રમ્પ અને મોદી વચ્ચેના સંબંધ વધારે મજબુત બની શકેછે. અમેરિકા તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રીના ભારત આગમનથી બંને દેશો વચ્ચેના સંબંધોને ખુબ સારી અસર થશે. મોદી અને ટ્રમ્પ હાલમાં જ મળ્યા હતા.

Related posts

ईरान का दावा : खाड़ी में जब्त किया ब्रिटेन का तेल टैंकर

aapnugujarat

Soros and India

aapnugujarat

डोरियन तूफान होगा और खतरनाक, फ्लोरिडा में एमरजेंसी घोषित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1