Aapnu Gujarat
મનોરંજન

રાધિકા આપ્ટે ડબલ રોલમાં નજરે પડશે

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે ઉભરેલી પ્રતિભાશાળી અભિનેત્રી રાધિકા આપ્ટે હવે અનુરાગ કશ્યપની ફિલ્મમાં ડબલ રોલ કરનાર છે. તે એલગ પ્રકારના રોલમાં નજરે પડનાર છે. આ ફિલ્મને આશી દુઆ અને રાની સ્ક્રુવાલા મળીને નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તે બેવડી ભૂમિકા કરનાર છે. મળેલી માહિતી મુજબ રાધિકા આ ફિલ્મમાં ડબલ રોલમાં નથી. જો કે રાધિકા આ ફિલ્મમાં માત્ર એક્ટિગ કરનાર નથી પરંતુ તે ફિલ્મની પટકથા પોતે જ લખી રહી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ફિલ્મમાં રાધિકતા એક એવી યુવતિની ભૂમિકા અદા કરવા જઇ રહી છે જે એક રિલેશનશીપમાં છે તેને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. આ ફિલ્મનુ શુટિંગ ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં શરૂ થનાર છે. આ પહેલા અનુરાગની સાથે રાધિકા વર્ષ ૨૦૧૧માં ફિલ્મ આઇએમમાં કામ કરી ચુકી છે. આ ફિલ્મને ઓનિર દ્વારા નિર્દેશન કરીને તૈયાર કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે બોમ્બે ટોકીઝના ચારે નિર્દેશક કરણ જોહર, અનુરાગ કશ્યપ, જોયા અખ્તર અને દિબાકર બેનર્જી એક વખત ફરી એવી જ વધુ એક ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં જુદી જુદી વાર્તા રહેનાર છે. આ ફિલ્મો લવ એન્ડ લસ્ટ, એટલે કે પ્યાર ઓર લાલસાની થીમ પર આધારિત રહેનાર છે. આ કડીમાં જોયા ભૂમિ પેડણેકર, લી ભુપલમ અને રસિકા ડુગ્ગલની સાથે કામ કરી રહી છે. જ્યારે દિબાકંરની ફિલ્મમાં મનીષા કોઇરાલા એક નવા રોલમાં દેખાશે. સામાન્ય રીતે તો જોયા અને કરણ મોટા બજેટની ફિલ્મોમાં જ કામ કરે છે પરંતુ આ ફિલ્મનુ બજેટ ચાર ભાગમાં વિભાજિત કરી લેવામાં આવ્યુ છે. રાધિકા પોતાના રોલને લઇને ખુબ ખુશ છે.રાધિકા ફરી એકવાર તેની કુશળતા સાબિત કરવા તૈયાર છે.

Related posts

शत्रुघ्न सिन्हा ने की सुशांत मामले में सीबीआई जांच की मांग

editor

અક્ષયનો “ગોરખા” નો ફર્સ્ટ લૂક ચર્ચામાં…

editor

રાજુ શ્રીવાસ્તવની હાલત ક્રિટિકલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1