Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી છ મહિનામાં બીજી વખત કેદારનાથ પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં દર્શન કરવા જનાર છે. મોદી ૨૦મી ઓક્ટોબરના દિવસે કેદારનાથ પહોંચશે. વડાપ્રધાન તરીકે મોદી બીજી વખત કેદારનાથમાં દર્શન કરશે. આ પહેલા મોદી ત્રીજી મેના દિવસે કેદારનાથના પ્રવેશદ્ધાર ખુલ્યા તે દિવસે પહોંચ્યા હતા. ઉત્તરાખંડ સરકાર દ્વારા મોદીની સુચિત યાત્રાને લઇને તમામ તૈયારી શરૂ કરી દીધી છે. મોદી ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ કેદારનાથની યાત્રાએ પહોંચે તેવી શક્યતા છે. અત્રે નોંધનીય છે કે આ વર્ષે કેદારનાથમાં મોદી સહિત ત્રણ મોટા વીઆઇપી લોકો આવી ચુક્યા છે. ગયા મહિનામાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ પણ પણ પહોંચ્યા હતા. ત્યારબાદ કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ પરિવારના સભ્યો સાથે કેદારનાથમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ૨૦મી ઓક્ટોબરના દિવસે નરેન્દ્ર મોદી ખાસ વિમાન મારફતે જૌલી ગ્રાન્ટ વિમાનીમથકે પહોંચશે. રાજ્યપાલ, મુખ્યપ્રધાન , મુખ્ય સચિવ સહિત ડીજીપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સ્વાગત કરવા માટે હાજર રહેશે.જૌસીગ્રાન્ટથી વડાપ્રધાન મોદી સીધી રીતે કેદરાનાથ પહોંચશે. દર્શન કરવામાં આવ્યા બાદ મોદી કેટલાક કાર્યક્રમમાં પણ ભાગ લેનાર છે. ત્યારબાદ દિલ્હી માટે રવાના થશે.
કેદારનાથમાં દર્શન કરવા દરમિયાન નવી કેદારપુરીના નિર્માણ કાર્યોનુ શિલાન્યાસ કરનાર છે. મોદીના ભરચક કાર્યક્રમને લઇને તૈયારી ચાલી રહી છે. મોદી હાલમાં ગુજરાતમાં અને હિમાચલપ્રદેશમાં યોજાનાર ચૂંટણીને લઇને પણ જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત બનેલા છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત પણ ટુંક સમયમાં જ કરવામાં આવનાર છે.

Related posts

कम दुरी के लिए शताब्दी एक्सप्रेस का किराया कम होगा

aapnugujarat

राजस्थान के मुस्लिम मंत्री ने मंदिर में किया रुद्राभिषेक

aapnugujarat

૧૦ વર્ષમાં જર્મની-અમેરિકાને પાછળ છોડી ભારત બનશે મોટી અર્થવ્યવસ્થા : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1